Morbi,તા.10
માળિયા (મી.) તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં આવેલ સરકારી ગોદામમાંથી સરકારી અનાજના જથ્થાની ચોરી કરનાર બે ઇસમોને માળિયા પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી.) પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચાચાવદરડા ગામની સીમમાં આવેલ સરકારી ગોદામમાંથી અમુક ઈસમો સરકારી અનાજનો જથ્થો ચોરી કરી તેનું વેચાણ કરી આર્થિક લાભ મેળવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સરકારી અનાજનો ઘઉં, ચોખાના જથ્થા સાથે આરોપી શિવરાજસિંગ કાલીયારન ભૂરેલાલ રાજપૂત અને રાહુલ પુજારામ ભોસુરામ રાજપૂત રહે બંને મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધા હતા
ઝડપાયેલા બંને ઈસમોની પૂછપરછ કરતા ત્રણથી ચાર વખત સરકારી ગોદામમાંથી અનાજનો જથ્થો ચોરી કરી બજારમાં વેચાણ કર્યાની કબુલાત આપી હતી તો અન્ય આરોપી રમેશભાઈ રહે શનાળા તા. મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે માળિયા પોલીસે સ્થળ પરથી ચોખાની બોરીઓ નંગ ૧૧ કીમત રૂ ૨૨,૦૦૦ ઘઉંની બોરી નંગ ૦૪ કીમત રૂ ૬૦૦૦, ઇક્કો ગાડી જીજે ૩૬ એએફ ૧૧૫૩ કીમત રૂ ૪ લાખ, 2 મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને રોકડ રૂ ૪૭૫૦ સહીત કુલ રૂ ૪,૪૨,૭૫૦ નો મુદામાલ કબજે લીધો છે