Jamnagar,તા ૧૪
જામનગર શહેરમાં પોલીસ દ્વારા આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર સટો રમી રહેલા શખ્સોને શોધી રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે બે વેપારીઓ તથા એક વિદ્યાર્થી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ ની આઇડી પર સટ્ટો રમતાં પકડાયા છે.
જામનગરના ગઈકાલે મટનમાર્કેટ નજીક ખત્રી વાડ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં પોતાના મોબાઈલ ફોન મા ક્રિકેટની આઈડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર હારજીત નો સટ્ટો રમી રહેલા હુસેન રજાકભાઈ શેતા, તેમજ સલીમ અલ્લારખાભાઈ સમા નામના બે વેપારીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી મોબાઇલ ફોન સહિતનું જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
ક્રિકેટના જુગાર અંગેનો બીજો દરોડો ચોક્કસ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો.
ત્યાંથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોન ને ટિકટોક ની આઇડી પર આઈ પી.એલ.ની મેચ નો હારજીતનો નો સટ્ટો રમી રહેલા રઘુવીર સિંહ જગતસિંહ જાડેજા ૨૨ વર્ષના વિદ્યાર્થીને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી પણ રોકડ રકમ- મોબાઇલ ફોન સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.