New Zealand,તા.24
ન્યુઝીલેન્ડ ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની બે દિવસીય કથા યોજાય હતી. ન્યુઝીલન્ડ ના નાયબ વડા પ્રધાન હાજર રહી સર્વે ભારતીયોઓને આવકારી શુભેચ્છાઓ આપી હતી.
ઓકલેન્ડના સેવાભાવી અહીંના એમ. પી. ડો. શ્રીમતી પરમજીત પરમાર પણ હાજર રહી તમામ હિંદુ ભાવિકોને આવકાર્યા હતા. 4000થી વધારે ભાવિકો હાજર રહી કથા પ્રવચનનો લાભ લીધો,
ન્યુઝીલેન્ડના નાયબ વડા પ્રધાન ડેવીડ શીમોરનું ભારતીય પરંપરા મુજબ તિલક ચાંદલો કરી ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરાયુબાબા બાગેશ્વર અને નાયબ વડાપ્રધાન અને મહાનુભાવોનું ઢોલ નગારા વગાડી ભવ્ય સ્વાગત કરાયુ.ઓકલેનડના 770 ગ્રેટ સાઉથ રોડ મનુતકાઉ આઈલેન્ડ ખાતે બાબા બાગેશ્વરની 2 દિવસીય હનુંમત કથાનું શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું.
આ તકે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હોય કામ સબબ બહાર હોય નાયબ વડાપ્રધાન હાજર રહેલ હતા આ કથામા હાજર રહી દિપ પ્રાગટ્ય કરી મહાનુભાવોને અન્ય મહાઆરતીમાં જોડાયા અને આ તકે નાયબ વડાપ્રધાન ડેવીડસિમોર ભારતની સંસ્કૃતી અને ભારતીય અને ન્યુઝીલેન્ડ ના લોકોએ સાથે રહે અને પરસ્પર કે બીજાના વિચોરોની અને સંસ્કૃતિની જાળવણી કરે.
જે બાગેશ્વરબાબાને ન્યુઝીલેન્ડની ધરતી પર આવકારેલ હતા અને બન્ને દેશ ભારત અને ન્યુઝીલેન્ડ ભાઈચારા સારા સંબંધો ધરાવે છે તેમ જણાવેલ આ તકે ભારતીય મુળના ડો. મીસ. પરમજીત પરમારે એ હિન્દીમાં પોતાનું પ્રવચન આપેલ અને આટલી મોટી સંખ્યામાં ભારતીય સમૂદાય જોઈને ખુશી વ્યક્ત કરેલ હતી. ભારતીયોની પોતાની એક આગવી ઓળખ છે.
આ પરમજીત પરમાર ન્યુઝીલેન્ડના સમુદાયમા એક આગવી ઓળખ ધરાવે છે. કાર્યક્રમની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ અને ભારતના રાષ્ટરગીત ગવાયા અને કાર્યકમની શરુઆત કરાય હતી આ તકે બાબા બાગેશ્વરજીએ દેશ સેવા અને હિંદુ સનાતન એકતા અને સત્કર્મઅને પૂણ્ય કાર્ય અને હનુમાનજીની સેવાના વિશેષ યાદ અપાવી હતી.
આ અવસરે ભારતીય લોકો બાબા બાગેશ્વરના કથાનું રસપાન કરવા પધારેલ બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના નિકીતાબેન ખન્ના અને રિતેશભાઈ ખન્નાની આ તકે બાબા બાગેશ્વરએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યકમમા મહાવિરભાઈ દૂબે, ડો. મદનમોહન શેટ્ટી, અનુરાગ રસોલા, અખીલેશ ચૌધરી, સરદાર રવીસિંગ ચૌધરી, સુનીલકુમાર અને સ્વયંસેવક તરીકે જુનાગઢની સેવાભાવી કૃપાબેનને રંજનાબેન સોની ની ટીમે સેવાઓને ખાસ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખૂબ જ બીરદાવી હતી.
આ તકે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડના ટેરી સ્ટ્રીટ ગાર્ડન બ્લોકહાઉસ બે ગુજરાતી ગુપના તમામ સદસ્યોએ ખાસ ગોરધનભાઈ સેંજલીયા, ધર્મેન્દ્રભાઈ બાબરીયા, ગુણવંતભાઈ રામાણી, પ્રવીણભાઈ પટેલ, રાજેશભાઈ દૂધાત ભરતભાઈ ગેલાણી સહિતના ભાવિકોઓએ હાજર રહી સંત્સંગનો લાભ લીધો હતો.