Jamnagar તા ૩૦
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં પેટ્રોલિંગ હાથ ધરી જામનગર શહેર અને મેઘપર પડાણા માંથી મોબાઇલ ફોન ની ચોરી કરનાર બે તસ્કરોને પકડી પાડ્યા છે, અને તેઓ પાસેથી ચોરાઉ મોબાઈલ ફોન કબજે કરી લીધા છે.
જામનગર શહેરમાં સંતોષી માતાજીના મંદિર પાસેથી સુનિલ વશરામભાઈ બારોટ નામના ૩૫ વર્ષના ગઢવી શખ્સને એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા ૯,૮૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. જેણે મોબાઈલ ફોન ચોરી કરીને મેળવેલા હોવાનું કબૂલી લીધું હતું. એલસીબી ની ટીમ દ્વારા તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત લાલપુર તાલુકાના મેઘપર પડાણા ગામમાંથી પણ એક મોબાઈલ ફોનની ચોરી થઈ ગઈ હતી, જે મોબાઈલ ફોનની ચોરી કરનાર અખિલેશ હીરાલાલ યાદવ નામના પરપ્રાંતિય શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા ૧૫,૫૦૦ ની કિંમત નો ચોરાઉ મોબાઇલ ફોન કબ્જે કરી લીધો છે, અને તેની પણ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.