અભિજીતે પોતાની વાત પૂરી કરતાં કહ્યું કે, ‘તે ઉદિત નારાયણ છે! છોકરીઓ તેમની પાછળ પડી હતી
Mumbai, તા.૫
ઉદિત નારાયણ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં તેમણે લાઈવ કોન્સર્ટ દરમિયાન તેમની મહિલા ફેનને લીપ કિસ કરી હતી. ત્યારબાદ જ્યારથી ઉદિત નારાયણનો કિસિંગ વીડિયો સામે આવ્યો છે, ત્યારથી લોકો તેમની ટીકા કરી રહ્યા છે. ત્યારે તેમના મિત્ર અને ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેમના બચાવમાં જોડાઈ ગયા છે. આ અંગે અભિજીત ભટ્ટાચાર્યએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘ઉદિત એક સુપરસ્ટાર સિંગર છે. આ પ્રકારની ઘટના આપણા જેવા ગાયકો સાથે રોજ બનતી રહે છે. જો આપણે આપણી સુરક્ષા કડક નહીં રાખીએ, આસપાસ કોઈ બાઉન્સર નહીં રાખીએ તો લોકો આપણા કપડા પણ ફાડી નાખે છે.’અભિજીતે આગળ કહ્યું, ‘મારી સાથે પણ આવું બન્યું છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં નવો હતો અને દક્ષિણ આળિકામાં એક કોન્સર્ટ કરવા ગયો હતો. ત્યારે ત્રણ-ચાર છોકરીઓએ લતાજી (સ્વર્ગસ્થ લતા મંગેશકર) સામે મારા ગાલ પર કિસ કરી હતી. મારા ગાલ પર લિપસ્ટિકના નિશાન હતા અને તેના કારણે હું સ્ટેજ પર ન જઈ શક્યો.’અભિજીતે પોતાની વાત પૂરી કરતાં કહ્યું કે, ‘તે ઉદિત નારાયણ છે! છોકરીઓ તેમની પાછળ પડી હતી. તેમણે કોઈને આમંત્રણ નહોતું આપ્યું. અને મને ખાતરી છે કે જ્યારે પણ ઉદિત પરર્ફોર્મ કરે છે ત્યારે તેમની પત્ની તેમની સાથે હોય છે. તેઓ તેમની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. તેઓ તેમને સફળતાનો આનંદ માણવા દે છે. ઉદિત એક રોમેન્ટિક ગાયક છે. તેઓ એક મોટા સિંગર છે, અને હું એક શિખાઉ છું. કોઈએ તેમની સાથે રમત રમવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’