એલસીબીએ વોરંટ ની બજવણી કરી જેલ ધકેલ્યો ,ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સો સામે કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ
Una,તા.05
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદર મરીન વિસ્તારમાં મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રવિ બચુ બાંભણિયા નામના શખ્સ સામે પાસાનુ શસ્ત્ર ઉગામી જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને આર્થિક ગુનાઓ અટકાવવા સામે કડક હાથે કામગીરી કરવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એ આપેલી સૂચનાને પગલે ઉના તાલુકાના નવાબંદર મરીન વિસ્તારમાં રહેતો રવિ બચુ બાંભણિયા શખ્સ પોલીસ ચોપડે ગુનામાં ચડી ચુક્યો હોવાથી તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જે દરખાસ્ત પર જિલ્લા કલેકટર મંજૂરીની મહોર મારતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોરંટ ની બજવણી ભવદીપ ઉર્ફે યસ પરેશ ડાભી ને જેલમાં ધકેલવામાં આવ્યો છે. એલ.સી.બી. ઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, કમલેશભાઇ પીઠીયા , પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ , પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી પો.કોન્સ. રવિરાજસિંહ બારડ તથા નવાબંદર મરીન ઈ.ચા.પો.ઇન્સ. વી.કે. ઝાલા તથા પો.સ્ટાફ કામગીરી બજાવી હતી