યુવકને માર મારી ત્રણ ફ્રેક્ચર કરી નાખનાર બે મહિલા સહીત સાત વિરુદ્ધ ગુનો
Jasdan,તા.01
જસદણમાં પાડોશીની પુત્રીને ભત્રીજો ભગાડી જતાં પાડોશી પરિવારે હુમલો કરતા યુવકને આંગળી, પાંસળી અને પગમાં ફ્રેક્ચર થયાનું સામે આવ્યું છે. જે મામલે જસદણ પોલીસમાં પાડોશી પરિવારની બે મહિલાઓ સહીત સાત શખ્સોં વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
જસદણના પોલારપર રોડ પર આવેલ ગજાનંદ સોસાયટીની પાછળ રહેતા અને કડિયાકામ કરતા કેશુભાઈ ભોજાભાઈ ધોળકિયા બાજુમાં રહેતા અશોકભાઈ રવજીભાઈ સોલંકીએ કહેલ કે તારો ભત્રીજો વિમલભાઈ મનસુખભાઈ ધોળકીયા મારી ભત્રીજી આરતી મનોજ સોલંકીને લઈને ક્યાંક જતો રહેલ હોય જેથી મને આ બાબતે કાંઈ ખબર નથી તેવું કહેલ હતું. ગઈ તા. ૨૮/૪/૨૫ ના સાંજના આશરે આઠેક વાગ્યાની આસપાસ હું તથા મારો ભાણો નરેશ ધીરુભાઈ પરનાળીયા કડી નાકામાંથી મોટરસાયકલ લઈને મારા ઘર બહાર પહોંચેલ ત્યારે નરેશ ટિફિન મૂકવા મારા ઘરમાં અંદર ગયેલ હતો અને હું મોટરસાયકલની ઘોડી ચડાવતો હતો ત્યારે મનોજ રવજીભાઈ સોલંકી લોખંડનો પાઇપ, તેની . લાકડી પાઇપ વડે માર મારેલ હતો. બાદ મનોજના દીકરા સચિન તથા અશોક સોલંકીના દીકરા સુમિત અને સચિનની ઘરવાળી છાયાએ મારી પાસે આવી મને ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો અને નાસી ગયા હતા. બાદમાં યુવાનને એમ્બયુલન્સ મારફત પ્રથમ જસદણ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા યુવકને ડાબા હાથના અંગુઠામાં, પાંસળી અને જમણા પગમાં ફ્રેક્ચર થયાનું સામે આવ્યું હતું.
મામલામાં યુવકે હોસ્પિટલના બિછાનેથી અશોક રવજી સોલંકી, મનોજ રવજી સોલંકી, જસુબેન મનોજ સોલંકી, સચિન મનોજ સોલંકી, છાયાબેન સચિન સોલંકી આંઉં સુમિત અશોક સોલંકી સામે ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.