પરમાત્માના સાક્ષાત્કારથી આત્મનિરીક્ષણ સરળ બને છેઃનિરંકારી સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ
સમાલખા(હરીયાણા) ખાતે આવેલ સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ પર આયોજીત ચાર દિવસીય ૭૮મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના ત્રીજા દિવસે દેશ વિદેશથી આવેલ લાખો શ્રદ્ધાળુ ભક્તોને સંબોધિત કરતાં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે ‘‘આત્મમંથન એ ફક્ત સાધારણ વિચારવાની એક સરળ પ્રક્રિયા નથી પરંતુ પોતાની અંદર જોવાની એક સાધના છે જે પરમાત્માના સાક્ષાત્કારથી સરળ બનાવી શકાય છે.‘‘ આ ચાર દિવસીય સંત સમાગમમાં સમગ્ર ભારતવર્ષ અને વિદેશમાંથી આવેલ લાખો માનવ પરિવારો એકત્રિત થયા છે અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર દ્વારા માનવતા અને વિશ્વબંધુત્વનું દ્રશ્ય મૂર્તિમંત કરી રહ્યા છે.સદગુરૂ માતાજીએ આત્મમંથનનો વાસ્તવિક ભાવ સમજાવતાં કહ્યું હતું કે ઘણીવાર અમે ભાવનાઓથી પ્રભાવિત થઇને એક સરળ કાર્યને પણ જટિલ બનાવી દઈએ છીએ.જ્યારે પ્રભુના સુમિરણરૂપમાં પરમાત્માની અનુભૂતિ થતાં જ મનમાં અકર્તાભાવ પ્રગટ થાય છે જેના કારણે મન શાંત થઈ જાય છે અને દરેક કાર્ય સહજતાથી પૂર્ણતા તરફ આગળ વધે છે.
સતગુરૂ માતાજીએ આગળ કહ્યું હતું કે સમગ્ર દિવસ દરમ્યાન ઘણી બધી વાતો અમારી સામે આવે છે,જેને આપણે જોઈએ છીએ,સાંભળીએ છીએ,વિચારીએ છીએ તે પૈકી ક્યારેક કોઈના મીઠા શબ્દો આપણને આકર્ષિત કરે છે અને ઘણા કઠોર શબ્દો અમારા મનને ઠેસ પહોંચાડે છે પરંતુ આપણે કંઇ વાતને ગ્રહણ કરવાની છે અને કંઇ વાતને મનમાંથી કાઢી નાખવાની છે તેની પસંદગી તથા નિર્ણય અમારે પોતે કરવાનો છે.બ્રહ્મજ્ઞાની સંત-મહાત્માઓ પોતાની વિવેકબુદ્ધિથી સકારાત્મક પસંદગી કરીને જીવનમાં શાંતિ પ્રાપ્ત કરે છે.
સતગુરૂ માતાજીએ એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે જેવી રીતે કોઇ હીલ-સ્ટેશનના કોઇ પોઇન્ટ ઉપર અમારો અવાજ ચોક્કસ બિંદુઓ પર અથડાઇને પર્વતો કે અન્ય વસ્તુઓ પર તેની કોઈ અસર કર્યા વિના પ્રતિધ્વનિના રૂપમાં અમારી પાસે પાછો આવે છે તેવી જ રીતે અમે બીજાઓની સાથે જેવો વ્યવહાર કરીએ છીએ તેની પ્રતિક્રિયા અમારી પાસે પાછી આવે છે.અમારા વ્યવહારથી તે વ્યક્તિ ઉપર કોઈ પ્રભાવ પડે છે કે નહીં તે અલગ વાત છે પરંતુ પરીણામ સ્વરૂપ અમોને તેમની પ્રતિક્રિયાનો સામનો કરવો પડે છે એટલે અમારો વ્યવહાર એવો હોવો જોઈએ જેની પ્રતિક્રિયા અમારા માટે સુખદાયી બને.સતગુરૂ માતાજીએ અંતમાં કહ્યું કે આત્મમંથન વાસ્તવમાં પોતે પોતાને સુધારવાનો માર્ગ છે.જ્યારે મન નિરાકાર પ્રભુ પરમાત્મા સાથે જોડાય છે ત્યારે આંતરિક શાંતિ અને બાહ્ય વ્યવહાર બંને દિવ્યતાથી ભરાઇ જાય છે.
આદરણીય નિરંકારી રાજપિતા રમિતજીએ સંત સમાગમમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે ધાર્મિક ક્ષેત્રમાં પરમાત્મા વિશે અલગ-અલગ દ્રષ્ટિકોણ જોવા અને સાંભળવા મળે છે.વાસ્તવમાં પરમાત્મા એક એવું સત્ય છે જે પહેલાં પણ સત્ય હતું,આજે પણ સત્ય છે અને ભવિષ્યમાં પણ સત્ય રહેશે.આ એક સાર્વભૌમિક સત્ય છે,તેના વિશે અલગ-અલગ દ્રષ્ટિકોણનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.જેમ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એ એક પ્રાકૃતિક સત્ય હોવાથી તેના વિશે બે-મત ના હોઈ શકે,એટલે સમગ્ર માનવતાના માટે આ એક આત્મમંથનનો વિષય છે કે પરમાત્માના વિશે જે અલગ-અલગ દ્રષ્ટિકોણ રાખવામાં આવે છે તેને પરમ સત્ય માની ન શકાય.વેદ-ગ્રંથ,શાસ્ત્ર આ વાતને સમર્થન આપે છે તેથી પ્રભુ પરમાત્માને ઓળખીને જ સાર્વભૌમિક સત્યને જાણી શકાય છે અને તેમને જાણ્યા પછી જ સમજમાં આવે છે કે આ પરમ સત્ય પ્રત્યેક જીવના માટે એક છે.આ પરમ સત્ય પ્રભુ-પરમાત્માને જાણવાનો અધિકાર દરેક માનવને છે.આ પરમ સત્યનો બોધ કરાવવા માટે જ સદગુરૂ સાકારરૂપમાં પૃથ્વી ઉપર આવે છે એટલે દરેક મનુષ્યે સમયસર સદગુરૂની અનુકંપાથી આ સત્ય પ્રભુ-પરમાત્માને પ્રાપ્ત કરી લેવાની જરૂર છે.
સંત સમાગમમાં આધુનિક ટેકનોલોજી અને લાઇટિંગનો ઉપયોગ કરીને અત્યંત આકર્ષક રીતે બનાવવામાં આવેલ નિરંકારી પ્રદર્શની શ્રદ્ધાળુઓના માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.શ્રદ્ધાળુ ભક્તોની સુવિધા માટે નિરંકારી પ્રદર્શનીમાં મુખ્ય પ્રદર્શની,બાળકોની પ્રદર્શની અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનની પ્રદર્શની-એમ ત્રણ ભાગમાં બનાવવામાં આવેલ છે.મુખ્ય પ્રદર્શનીમાં સંત નિરંકારી મિશનનો ઇતિહાસ,સતગુરૂ માતાજી અને આદરણીય નિરંકારી રાજપિતાજીની માનવકલ્યાણ યાત્રાઓની વિગતો રજૂ કરવામાં આવેલ છે,જ્યારે ત્રણ અલગ અલગ મોડેલો દ્વારા ૭૮મા નિરંકારી સંત સમાગમનો મુખ્ય વિષય ‘‘આત્મમંથન‘‘ ઉપર પ્રકાશ પાડવામાં આવેલ છે જેનાથી શ્રદ્ધાળુ ભક્તોને પ્રેરણાદાયક શિક્ષણ પ્રાપ્ત થઇ શકે.વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં બાળકોના વિશે જે સમસ્યાઓનો સમગ્ર સંસાર સામનો કરી રહ્યું છે તેનો યથાર્થ ઉકેલ બાળકોના માટેની શિક્ષાપ્રદ બાળ-પ્રદર્શની પ્રસ્તુત કરે છે તથા બાળકોના કોમળ હૃદય ઉપર જે ઉંડો આધાત પડી રહ્યો છે તેના વ્યવહારૂ ઉકેલો રજૂ કરે છે.નિરંકારી મિશન બાળકોને સાંસારિક શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ પણ પ્રદાન કરે છે.

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનની પ્રદર્શની વિવિધ મોડેલો દ્વારા સંત નિરંકારી મિશનની સામાજિક પ્રવૃત્તિઓ અને સામાજિક સુધારણાના કાર્યો દર્શાવે છે.આરોગ્ય,સુરક્ષા તથા સશક્તિકરણ-આ ત્રણ તેના મુખ્ય ઉદ્દેશ્યો છે.આ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે સંત નિરંકારી મિશન દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.સંત નિરંકારી મિશન સાદગીભર્યા લગ્ન તથા સમૂહલગ્ન જેવા કાર્યક્રમો દ્વારા સામાજિક સુધારણાને પ્રોત્સાહન આપે છે.આ પ્રદર્શની સમાજ સુધારના માટે ચલાવવામાં આવતા વિવિધ કાર્યક્રમોની વિગતો દર્શાવે છે.
વિનોદ માછી નિરંકારી

