Amreli તા.26
અમરેલી જિલ્લાના દામનગર ગામે આવેલ પાલિકામાં સ્પષ્ટ બહુમતી ધરાવતી નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયેલો હતો. અને આ પાલિકાની સામાન્ય સભા પોલીસના બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. આ બેઠકમાં પાલિકા પ્રમુખ અને સભ્યો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે સામાન્ય સભામાં અઢી ત્રણ માસનો સમય બાકી હોવા છતાં કારોબારીની રચનાનો ઠરાવ કરવામાં આવતા હોબાળો થયો હતો. અને પાલિકાની સામાન્ય સભામાં તું તું મેં મેં થઈ હતી.
દામનગર નગરપાલિકામાં આજે સાંજે સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી. દામનગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસ બંદોબસ્ત સાથે સામાન્ય સભા યોજાઈ હતી. ત્યારે દામનગર પાલિકામાં કુલ ૨૪ સભ્યોમાંથી ભાજપના ૨૨ સભ્યો સાથે ૨ કોંગ્રેસના સદસ્ય ભાજપમાં ભળી જતા ૨૪ માંથી ૧૯ સભ્યો હાજર રહેલા હતા.જ્યારે સભ્યો ગેરહાજર રહ્યા હતા.
આ બેઠકમાં ભાજપનાજ સભ્યોએ હોબાળો કરીને પાલિકા પ્રમુખ સાથે તું તું મેં મેં કરી હતી. અને વિકાસના કામોમાં ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ રીટેન્ડરીંગ પ્રક્રિયા કરવા માટે પાલિકા પ્રમુખે કારોબારી સમિતિની રચનાનો ઠરાવ કરતા સભ્યો વચ્ચે હો હા દેકારો અને તું તું મેં મેં થઈ હતી.
દામનગર પાલિકામાં સભ્ય દ્વારા રિવરફ્રન્ટના ટેન્ડરીંગ માટે આખો મામલો ગૂંચવાયો થયો હોવાથી પાલિકા પ્રમુખ અને સભ્યો સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી. પ્રથમ વાર પાલિકામાં સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ ઊભી થઈ તે અંગે પાલિકા પ્રમુખે સ્પષ્ટતા કરી હતી
દામનગર પાલિકામાં ટેન્ડરિંગમાં મામલો ગૂંચવાયો હોવાનો સ્વીકાર પાલિકા પ્રમુખે કર્યો હતો. અને લોકો આક્ષેપ કરતાં હોય અને નિવેદનો કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાલિકાના ચીફ ઓફિસર વિજય ડેરે પણ પાલિકામાં પ્રમુખ અને સભ્યો જીભાજોડી થઈ હોવાનો સ્વીકાર સહજ બાબત ગણાવી હતી.
દામનગર પાલિકામાં 2 વર્ષ પાલિકા પ્રમુખને વીત્યા બાદ હવે માત્ર અઢી ત્રણ મહિના બાકી હોય ત્યારે કારોબારી સમિતિની રચના કરવાના પાલિકા પ્રમુખના નિર્ણય સામે નારાજ થઈને રિવરફ્રન્ટના ટેન્ડરિંગ પ્રક્રિયા કારણભૂત બની હતી. અને આજે પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયેલો હતો. સભ્યો અને પાલિકા પ્રમુખ વચ્ચે જીભા જોડી થઈ હતી. ત્યારે શિસ્ત બધ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના પાલિકાના સભ્યો સામે પક્ષ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ છે?

