ચાહકોને મતે ઉર્મિલાએ કદાચ વજન ઘટાડવા માટે કે પછી અન્ય કોઈ બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવી હશે જેનું પરિણામ ધાર્યા પ્રમાણેનું આવ્યું નથી
Mumbai, તા.૨૮
ઉર્મિલા માતોંડકરના લેટેસ્ટ ફોટા વાયરલ થતાં તેના ચાહકો ચિંતિત બન્યા છે. ૫૧ વર્ષની ઉર્મિલા આ ફોટાઓમાં એકદમ સુકલકડી, દુર્બળ અને નિસ્તેજ લાગી રહી છે. તેના ગાલ પણ બેસી ગયેલા જણાય છે. ચાહકોને મતે ઉર્મિલાએ કદાચ વજન ઘટાડવા માટે કે પછી અન્ય કોઈ બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવી હશે જેનું પરિણામ ધાર્યા પ્રમાણેનું આવ્યું નથી. ઉર્મિલાએ પોતાના ચહેરા પરના સોજા ગ્લેમરસ મેકઅપ તથા બ્લો ડ્રાય કરેલા વાળથી છૂપાવવા પ્રયાસ કર્યો છે. પરંતુ તેમાં તે સફળ રહી નથી. લોકોએ નોંધ્યું છે કે તેણે પોતાનો નૈસર્ગિક ચાર્મ ગુમાવી દીધો છે. ૯૦ના દાયકાની સૌથી સફળ હિરોઈનોમાંની એક ઉર્મિલા છેલ્લાં કેટલાંક વર્ષોથી બોલીવૂડથી દૂર તી ગઈ છે. તેની છેલ્લી ફિલ્મ ૨૦૦૮માં રીલિઝ થઈ હતી. ૨૦૧૮માં તે ‘બ્લેકમેઈલ’ ફિલ્મમાં એક સોંગ પૂરતી દેખાઈ હતી.