Kuwait, તા.6
પશ્ચિમ એશિયામાં તનાવ હજુ પણ યથાવત છે. અમેરિકાએ કુવૈતમાં પોતાનું દૂતાવાસ બંધ કર્યું છે અને કતરની વાયુસેનાએ એરબેઝ પર ઇરાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.
કુવૈત પર મિસાઇલ અને ડ્રોન હુમલાની ખબરો બાદ અમેરિકી વિદેશ વિભાગે કહ્યું છે કે તેણે કુવૈતમાં પોતાના દૂતાવાસનું કામ સસ્પેન્ડ કરી નાખ્યું છે. જો કે અમેરિકી કર્મચારીઓના ઘાયલ થયાની કોઇ ખબર નથી.
કતરે એરબેઝ પર ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા
કતરના રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે વાયુ રક્ષા દળોએ દોહામાં અલ ઉદૈદ હવાઇ મથકોને નિશાન બનાવીને કરવામાં આવેલ ઇરાનના ડ્રોન હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ કરી દીધા છે. આ પહેલા અધિકારીઓએ એલર્ટ જાહેર કરી ચેતવણી આપી હતી કે સુરક્ષા ખતરાનું કતર વધી ગયું છે, જે અંતર્ગત લોકોને ઘરમાં રહેવા પર જોર દેવામાં આવ્યું છે.

