California,તા.29
અમેરીકામાં સાનફ્રાન્સીસ્કો પહોંચેલી ડેલ્ટા એરલાઈન એક ફલાઈટમાં દીલધડક દ્રશ્યો સર્જાયા હતા. મીનાપોલીસથી સાનફ્રાન્સીસ્કો પહોંચેલી આ ફલાઈટમાં મુસાફરો ઉતરે તે પૂર્વે જ અમેરીકાની ફેડરલ એજન્સીને 10 એજન્ટો વિમાનની કોકપીટમાં પહોંચી ગયા હતા.
તેઓએ આ ફલાઈટ લઈને આવેલા કો-પાઈલોટની ધરપકડ કરી હતી. અચાનક જ આ રીતે વિમાનમાં અમેરીકી હોમલેન્ડ સીકયુરીટી ઈન્વેસ્ટીગેશનના એજન્ટના આગમનથી મુસાફરો પણ થોડી મીનીટો માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
આ એજન્ટો પાસે ગન સહિતના હથીયારો હતા અને તેઓએ પોતાના બુલેટપ્રુફ જેકેટ પણ પહેર્યા હતા અને હજુ ફર્સ્ટ કલાસ સેકશનમાં મુસાફરો વિમાનમાંથી ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ અચાનક જ એજન્ટો ત્યાંથી સીધા કોકપીટમાં ઘુસ્યા હતા અને કો-પોઈલોટ બીલ મેલુગીનની ધરપકડ કરી હતી બાદમાં એ જાહેર થયું કે બાળક સાથેના જાતીય શોષણના એક કેસમાં તેની ધરપકડ કરાઈ છે.