અમેરિકી રિપોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાફેલવાળા પાકિસ્તાની દાવા ફેક હતા અને તેની પાછળ એક મોટું ષડયંત્ર હતું
Washington, તા.૧૯
ભારત અને પાકિસ્તાન વચ્ચે મે ૨૦૨૫માં ઓપરેશન સિંદૂર દરમિયાન સૈન્ય સંઘર્ષ થયો તો તેની ચર્ચા દુનિયાભરમાં થઈ. ફક્ત યુદ્ધ અને તેના કારણો જ નહીં પરંતુ તેમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો વિશે પણ ખુબ ચર્ચા થઈ. ભારતના સુદર્શન ચક્રથી લઈને બ્રહ્મોસ મિસાઈલોએ પોતાનો દમ દેખાડ્યો. જ્યારે પાકિસ્તાને તો પોતાની ઈજ્જત બચાવવા માટે ભારતીય સેનાના ફાઈટર વિમાનો તોડી પાડ્યાના દાવા કર્યા. જો કે હવે એક અમેરિકી રિપોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાફેલવાળા પાકિસ્તાની દાવા ફેક હતા અને તેની પાછળ એક મોટું ષડયંત્ર હતું.
અમેરિકાના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે મે ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના સૈન્ય સંઘર્ષને ચીને તક બનાવી દીધો. તેના દ્વારા ચીને પોતાના હથિયારોની ક્ષમતા દેખાડવાની ભરપૂર કોશિશ કરી અને રાફેલ વિશે પણ ફેક ન્યૂઝ ફેલાવ્યા. અમેરિકાના રિપોર્ટ મુજબ પાકિસ્તાને આ દરમિયાન ચીનના હથિયારોનો ઉપયોગ કર્યો અને ફ્રેન્ચ ફાઈટર જેટના માર્કેટ ખરાબ કરવાની કોશિશ કરી. આ રિપોર્ટમાં કહેવાયેલા તથ્યોને જો કે પાકિસ્તાન અને ચીન બંનેએ ફગાવ્યા છે.
રિપોર્ટ દર્શાવે છે કે ભારત પર નિશાન લગાવવા માટે ચીને સિક્રેટ માહિતીનો સહારો પણ લીધો. આ જ કારણ હતું કે આ ઘર્ષણમાં બંને દેશોએ એક બીજાની સરહદની અંદર સુધી હુમલા કર્યા. જે છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી વધુ હતા. રિપોર્ટ કહે છે કે ચીને આ સંઘર્ષનો ઉપયોગ પોતાના આધુનિક હથિયારો જેમ કે ૐઊ-૯ એર ડિફેન્સ સિસ્ટમ, ઁન્-૧૫ મિસાઈલ અને ત્ન-૧૦ ફાઈટર વિમાનને લાઈવ બેટલ ટેસ્ટ કરવા તરીકે કર્યા. ચીન આમ પણ પહેલેથી જ પાકિસ્તાનનો સૌથી મોટો હથિયાર સપ્લાયર છે.- ૨૦૧૯ થી ૨૦૨૩ વચ્ચે પાકિસ્તાનની ૮૨% હથિયાર ખરીદી ચીન પાસેથી થઈ. સંઘર્ષ બાદ પણ ચીને પાકિસ્તાનને ત્ન-૩૫ ફાઈટર જેટ, દ્ભત્ન-૫૦૦ એરક્રાફ્ટ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વેચવાની રજૂઆત કરી નાખી.
રિપોર્ટ એ પણ દર્શાવે છે કે ચીને સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ્સ દ્વારા ફ્રાન્સના રાફેલ વિમાનો વિરુદ્ધ દુષ્પ્રચાર કર્યો જેથી કરીને પોતાના ત્ન-૩૫ વિમાનનું વેચાણ વધારી શકાય. એવું કહેવાય છે કે આ દુષ્પ્રચારની અસર ઈન્ડોનેશિયા પર પડી અને તેણે રાફેલ ખરીદીની પ્રક્રિયા રોકી. બધુ મળીને રિપોર્ટમાં દાવો છે કે ચીને આ સમગ્ર સંકટનો પોતાની સૈન્ય અને હથિયાર બજારમાં હાજરી વધારવા માટે ઉપયોગ કર્યો.

