Washington,તા.9
અમેરીકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસનના આગમન બાદ ડ્રીમ અમેરીકા વધુ મુશ્કેલ બન્યું છે તેમાં ચાલુ વર્ષે સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા એક તબકકે સ્થગિત કર્યા બાદ ફરી શરૂ કરાઈ છે પરંતુ તે અત્યંત ધીમી ગતિથી ચાલી રહી હોવાથી ભારતના હજારો વિદ્યાર્થીઓ એફ-1 કે જે સ્ટુડન્ટ વિઝા તરીકે ઓળખાય છે તે માટે રાહ જોઈ રહ્યા છે.
હાલની માર્ચ-મે માસની વિઝા ઈશ્યુ કરવાની ગતિ 2022 બાદની સૌથી ધીમી હોવાનું બહાર આવ્યું છે. જો કે અમેરીકાએ સ્ટુડન્ટ વિઝા માટે પણ અત્યંત આકરા નિયમો કર્યા છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સોશ્યલ મીડીયા એકાઉન્ટ ચેક કરાઈ રહ્યા છે
માર્ચથી મે દરમ્યાન અત્યાર સુધીમાં 9906 ભારતીય વિદ્યાર્થીઓને એફ-1 વિઝા અપાયા છે જે 2022માં આજ સમયગાળામાં 10894 હતા. જોકે કોવિડ પહેલા તો તેનાથી વધુ ઝડપથી ભારતીય વિદ્યાર્થીઓને અમેરીકામાં સ્ટુડન્ટ વિઝા મળતા હતા.
એક તરફ હાલ અમેરીકામાં રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પણ અનેક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમાં ટ્રમ્પ તંત્રએ હવે સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા પણ ધીમી બનાવતા વિદ્યાર્થીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.