New Delhi,તા.11
ડ્રીમ અમેરિકા હવે એક દુસ્વપ્ન બનવા લાગ્યુ છે અને હાલ જેઓ અમેરિકામાં છે. તેઓ પર પણ દેશ છોડવો પડે તેવી શકયતાઓ દર્શાવાઈ રહી છે તે સમયે જેઓએ અમેરિકાના વિસા માટે અરજી કરી છે તેમાં તે વિલંબ-વિલંબ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
તો ભારતીયો વિસા ઈન્ટરવ્યુ માટે જે રીતે ત્રીજા દેશ જયાં વેઈટીંગ પીરીયડ ઓછો હોય તે મારફત અમેરિકી વિસા માટે અરજી કરતા હતા તે હવે બંધ થઈ ગયુ છે. ભારતીયોએ અમેરિકી વિસા માટે ફકત ભારતમાં જ અરજી કરવાની રહેશે.
સર્વપ્રથમ તો ભારતમાંથી જેઓએ વિસા અરજી કરવાની છે અથવા કરી છે તેઓને વિસ્તાર વિસા માટે ઈન્ટરવ્યુની તારીખ એક વર્ષ પછી એટલે કે સપ્ટેમ્બર 2026 બાદની જ મળશે. મુંબઈ ખાતેની અમેરિકી કુોસ્યુલેટ કચેરી જયાંથી ગુજરાતીઓ સૌથી વધુ અરજી કરે છે ત્યાં હાલ કોઈ ટાઈમ સ્લોટ ખાલી જ નથી તેથી જયાં ચેન્નઈ, હૈદરાબાદ કે પછી દિલ્હી દૂતાવાસ ભણી જાય છે જયાં પણ હવે સપ્ટેમ્બર 2026 બાદની ઈન્ટરવ્યુ ડેટ મળે છે.
જેઓ અન્ય દેશ મારફત વિઝીટર વિસા અરજી અત્યાર સુધી કરતા હતા તે વિકલ્પ પણ હવે બંધ થઈ ગયો છે અને તેમાં અરજી કરનારે નાણા પણ ગુમાવ્યા છે. ખાસ કરીને અમેરિકામાં જે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓના વાર્ષિક પદ્વીદાનનો સમય આપ્યો છે પણ આ રીતે વિઝીટર્સ વિસા આ ઈન્ટરવ્યુનું બુકીંગ પણ સપ્ટે 2026 પુર્વેનું મળતું નથી.
ચીન હવે ફકત ત્રણ દિવસમાં વિદ્યાર્થી વિસા આપે છે પણ અમેરિકા માટે એજન્ટો કોઈ ખાલી સ્લોટ શોધવા રાત ઉજાગરા કરે છે. હવે બધાને અપડેટ જોતા રહેવા સલાહ અપાય છે. કોઈ એજન્ટ જો વહેલા સ્લોટની વાત કરે તો તે ફ્રોડ પણ હોઈ શકે છે.
જેઓએ હોંગકોંગ કે અન્ય દેશો મારફત આ પ્રકારે વિસા મેળવવા તગડી એજન્ટ ફી સહિતના નાણા આપ્યા છે તે વિકલ્પ બંધ થઈ જતા હવે આ નાણા પણ ગુમાવ્યા છે. લોકો આ પ્રકારના વિસા માટે છેક તાઈવાન મારફત અરજી કરતા હતા.