Mumbai,તા.01
14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો કરિશ્મા ચાલુ છે. ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની પ્રથમ યુથ ટેસ્ટ મેચના બીજા દિવસે, વૈભવે માત્ર 78 બોલમાં સદી ફટકારી. તેણે 86 બોલમાં 113 રન બનાવ્યા.વૈભવે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. એટલે કે તેના 84 રન ચોગ્ગા અને છગ્ગાથી આવ્યા. ભારત અંડર-19 માટે વેદાંત ત્રિવેદીએ પણ સદી ફટકારી હતી. તેમણે 191 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 140 રન બનાવ્યા હતા.
ભારત Aનો પહેલો દાવ 423 રનમાં ઓલઆઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા અંડર-19નો પહેલો દાવ 243 રન સુધી મર્યાદિત રહ્યો હતો. આમ, ભારતીય ટીમે 185 રનની લીડ મેળવી હતી.