Junagadh તા.23
વંથલીમાં રાષ્ટ્રધ્વજથી ફ્રુટની સફાઈ કરનાર શખ્સ સામે પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સોશ્યલ મિડિયા મારફત એક શખ્સ પોતાની ફ્રુટની લારીમાં રાખેલ ભારત દેશના રાષ્ટ્રધ્વજથી ફ્રુટ સાફ કરતો હોવાનો વિડિયો ગઈકાલે વાયરલ થતા જે વંથલી પોલીસના ધ્યાને કોઈએ મુકતા તેની તપાસ બાદ ગુન્હો દાખલ કરાયો હતો.
વંથલી ડુંગરી બજારના નાકે વંથલીના ખાટકીવાડામાં રહેતો જેઠવા ઈરફાન હાસમ (ઉ.36) 15 દિવસ પહેલા રાષ્ટ્રધ્વજ લારી ઉપર બાજુમાં બજારમાં બાંધેલ હતો જે નીચે પડી જતા આ લારીધારકે તેની લારીમાં રાખેલ હતો જેનાથી ફ્રુટ સાફ કરતો વિડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરતા તેમણે આ વાતની કબુલાત કરતા રાષ્ટ્રધ્વજના તિરસ્કારનો ગુન્હો નોંધી અધિનિયમની કલમ મુજબ તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.