Karnataka,તા.25
કર્ણાટકના હાવેરીમાં એક શાકભાજીના વેપારીને અધધધ 29 લાખ રૂપિયાની જીએસટી નોટિસ મળી છે. શંકર ગૌડા નામના આ વેપારીએ ગત ચાર વર્ષમાં 1.66 કરોડ રૂપિયાના યુપીઆઈથી લેવડ-દેવડ કરી હતી.જેના આધારે જીએસટી વિભાગે આ નોટિસ ફટકારી છે.
વારંવાર ડિજિટલ ટ્રાન્જેકશનથી જીએસટીના અધિકારીઓને શંકા જતા આ નોટીસ ફટકારી હતી. વેપારી શંકર ગોંડાનું કહેવુ છે કે, હું ખેડૂતો પાસેથી તાજા શાકભાજી ખરીદુ છું,અને વેચુ છું જે જીએસટીથી મુકત છે.
હુ દર વર્ષે ઈન્કમ ટેકસ રિર્ટન ભરું છું આપણે ટેકસ હું કેવી રીતે આપી શકું. કિલયર ટેકસ મુજબ તાની અને પ્રોસેસ કર્યા વગરના શાકભાજી પર જીએસટી નથી લાગતો.
જો વિકેતા સાધા ખેડૂત પાસેથી શાકભાજી લે છે અને દુકાનોને વેચે છે તો ઘણીવાર અધિકારી બધા ડિજિટલ ટ્રાન્જેકશનને બિઝનેસ ટર્ન ઓવરમાની નોટિસ મોકલે છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ જણાવ્યું છે કે, તેઓ મુદ્દે જીએસટી કાઉન્સીલ અને કેન્દ્ર સરકારમાં ઉઠાવશે.