Ahmedabad,તા.03
દેશભરમાં ઓપરેશન સિંદુર અને જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનને પરાજય આપ્યો તેનો સંતોષ છે તે વચ્ચે હવે ગુજરાત સરકારે કચ્છમાં પાકિસ્તાન સાથેની સીમા પાસે એક ઓપરેશન સિંદુર મેમોરીયલ પાકે ઉભો કરવાની તૈયારી કરી છે.
ઓપરેશન સિંદુર સમયે પાક સેનાએ કચ્છ પર ડ્રોન વિ. હુમલા કર્યા હતા પણ તે તમામ મારી હટાવાયા હતા અને સમગ્ર ક્ષેત્રને ભારતીય સેનાએ સુરક્ષિત રાખ્યુ હતું. કચ્છ એ અગાઉ પણ પાક સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેથી હવે આ સરહદી ‘સિંદુર-વન’ ઉભુ કરાશે અને લગભગ દોઢ વર્ષમાં તે ઉભુ કરી દેવામાં આવશે.
આ માટે ભુજ-માંડવી રોડ પર મીર્ઝાપુર ક્ષેત્રમાં વનવિભાગ આઠ હેકટર જમીન સંપાદીત થઈ છે. આ જમીન પર જ ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્થળે રેલી યોજી હતી અને તેથી તે જાણીતી બની ગઈ છે.
વડાપ્રધાનની રેલી સમયે 1971ના યુદ્ધમાં જે રીતે કચ્છની બહેનોએ રાતોરાત એરસ્ટ્રીપ કરી ભારતીય સેનાની કામગીરી સરળ બનાવી હતી તે બહેનોએ વડાપ્રધાન શ્રી મોદીને ‘સિંદુર-છોડ’ અર્પણ કર્યા હતા. શ્રી મોદીએ જાહેર કર્યુ હતું કે આ છોડ તેઓ દિલ્હીમાં વડાપ્રધાન આવાસમાં રોપશે અને ત્યાં એક વિરાટ-સિંદુર-વૃક્ષનું સર્જન કરાશે.
ગુજરાતમાં ઉભા કરાનારા સિંદુર વનમાં 22/4ના પહેલગામ હુમલાના જે દિવંગતો છે તેમની સ્મૃતિ રહે તે પણ નિશ્ર્ચિત કરાશે. આ માટે 35 જેટલા વનસ્પતિ-છોડની ઓળખ થઈ છે.
અહી પ્રતિ હેકટર 10000 વૃક્ષો રોપાશે અને તે ધનીષ્ઠ જંગલ બનશે. અહી સૈન્યએ ઓપરેશન સિંદુર સમયે ઉપયોગમાં લેવાયેલ વિમાન અને અન્ય શસ્ત્રોની પ્રતિકૃતિ પણ હશે તો ઓપરેશન સિંદુર સમયે જે રીતે પાકે 600 ડ્રોન મિસાઈલ દાગ્યા હતા અને તે તોડી પડયા તેનો પણ કાટમાળ એ પ્રદર્શિત કરાશે.