Mumbai,તા.07
વિક્કી કૌશલે તેની આગામી ફિલ્મ ‘મહાવતાર’માં ભગવાન પરશુરામની ભૂમિકાની તૈયારી રુપે માંસાહાર તથા દારુ છોડી દેવાનું નક્કી કર્યુું છે. ‘સ્ત્રી’ તથા ‘થામા’ સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન આ ફિલમનું નિર્માણ કરી રહ્યા છે. અમર કૌશિક તેનું દિગ્દર્શન કરશે.
ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરુ થશે. મોટાભાગે ૨૦૨૮માં ફિલ્મ રીલિઝ કરાશે.
બોલીવૂડમાં પૌરાણિક પાત્રો ભજવતી વખતે માંસાહાર કે દારુનું સેવન કરવાનો ચીલો પડયો છે. અગાઉ રણબીર કપૂરે પણ ‘રામાયણ’ ફિલ્મમાં ભગવાન શ્રી રામનાં પાત્રને ભજવવા દરમિયાન માંસાહારનો ત્યાગ કર્યો હતો. આ પહેલાં રામાયણ તથા મહાભારત સીરિયલોનાં શૂટિંગ વખતે પણ અનેક કલાકારોએ પોતાના ખાનપાનમાં ફેરફારો કર્યા હતા.

