હજુ પણ ખેડૂતોનો જુસ્સો અકબંધ છે : વિનેશ ફોગાટ
New Delhi, તા.૩૧
શંભુ બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને શનિવારે ૨૦૦ દિવસ પૂરા થઈ ગયા છે. જે અંતર્ગત ખેડૂતોએ મોટા પાયે પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ દરમિયાન શનિવારે ઓલિમ્પિયન રેસલર, મહિલા પહેલવાન વિનેશ ફોગાટ શંભુ બોર્ડર પહોંચી. જ્યાં ખેડૂતોએ તેનું હાર પહેરાવીને સ્વાગત અને સન્માન કર્યું. જાણકારી અનુસાર આ વિશેષ કાર્યક્રમમાં વિનેશ ફોગાટને તેમના સમર્થન માટે ખેડૂત આંદોલનના નેતાઓ દ્વારા સન્માનિત કરવામાં આવી છે.
વિનેશ ફોગાટે ખેડૂતો પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં કહ્યું, ’ખેડૂત પોતાના અધિકારો માટે લાંબા સમયથી અહીં બેઠા છે, પરંતુ તેમનો જુસ્સો હજુ પણ ઓછો થયો નથી. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મારો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો. તમારી દિકરી તમારી સાથે છે. આપણે પોતાના અધિકારો માટે ઊભું થવું પડશે, કેમ કે કોઈ બીજું આપણા માટે આવશે નહીં. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી માગો પૂરી થાય અને જ્યાં સુધી તમે પોતાના અધિકાર મેળવી ન લો ત્યાં સુધી પાછા ન આવો.’’ ’અમે જ્યારે પોતાની માગો માટે અવાજ ઉઠાવીએ છીએ તો આ દર વખતે રાજકીય હોતું નથી. તમારે અમારી વાતો સાંભળવી જોઈએ.’ ’આ હંમેશા જાતિ કે કંઈ અન્ય વિશે હોતું નથી. હું પ્રાર્થના કરું છું કે તમને તમારા અધિકાર મળે, અને આપણી દિકરીઓ તમારી સાથે છે.’
વિનેશ ફોગાટે ખેડૂતોના સમર્થનમાં સરકારને અપીલ કરતાં કહ્યું, ’ખેડૂત પોતાના અધિકારો માટે ૨૦૦ દિવસથી બેઠેલા છે અને હું સરકારને અપીલ કરું છું કે તેમની માગોને પૂરી કરવામાં આવે. આ ખૂબ દુઃખદ છે કે તેમને ૨૦૦ દિવસોથી સાંભળવામાં આવી રહ્યાં નથી. અમને તેમને જોઈને પોતાના અધિકારો માટે લડવાની તાકાત મળે છે.’
ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે આંદોલનની પ્રગતિ પર જોર આપતાં કહ્યું કે આ શાંતિપૂર્ણ રીતે પરંતુ ખૂબ તીવ્રતાની સાથે ચાલી રહ્યું છે. ’કેન્દ્ર સરકાર અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહી છે અને અમારી માગો હજુ સુધી પૂરી થઈ નથી.
અમે એક વખત ફરી સરકારની સામે પોતાની માગો મૂકીશું અને નવી જાહેરાતો પણ કરીશું.’ વિરોધ પ્રદર્શનના ૨૦૦ દિવસ પૂરા થવા એક મહત્વપૂર્ણ મિસાલ છે. જે ખેડૂતોના દ્રઢ સંકલ્પને દર્શાવે છે. શંભુ બોર્ડર પર આંદોલનના ૨૦૦ દિવસ પૂરા થવા પર ખેડૂત મોટી સંખ્યામાં એકઠા થયા અને દેખાવો કરી રહ્યાં છે.
શંભુ બોર્ડર પણ ખેડૂત ગત પાંચ મહિનાથી આંદોલન કરી રહ્યાં છે. હજુ તાજેતરમાં જ ૨૨ ઓગસ્ટે દેખાવો કરી રહેલા ખેડૂતોના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ખેડૂતોની સાથે બેઠક જારી રાખવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન પંજાબ અને હરિયાણાની સરકારોએ ખેડૂતો સાથે થયેલી મીટિંગનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. આ મીટિંગ સુનાવણીના એક દિવસ પહેલા પટિયાલામાં થઈ હતી. કોર્ટે સુનાવણી દરમિયાન પંજાબથી કહ્યું હતું કે તે કમિટીના સભ્યો માટે આગામી ત્રણ દિવસમાં નામનું સૂચન આપે. આ મામલે હવે આગામી સુનાવણી ૨ સપ્ટેમ્બરે થવાની છે.
અઠવાડિયા પહેલા આવેલા સમાચાર અનુસાર પંજાબના જુદા-જુદા ભાગોમાંથી લગભગ ૪૦૦ ખેડૂત હજુ પણ શંભુ બોર્ડર પણ આંદોલન કરી રહ્યાં છે. જોકે ચોખાની વાવણી બાદ મોટાભાગના ખેડૂત પોતાના ખેતરોમાં પાછા ફરી ગયા છે. શંભુ બોર્ડર પર ૫ મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ૨ ડઝનથી વધુ ખેડૂતોના મોત નીપજ્યાં છે. ખેડૂત યુનિયનોએ હજુ સુધી એ નક્કી કર્યું નથી કે તેઓ ક્યારથી પોતાની કૂચ ફરીથી શરૂ કરશે.
શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ખેડૂત મજૂર મોરચા (દ્ભસ્સ્) અને સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) કરી રહ્યાં છે. ખેડૂતોએ ત્રણ પ્રદર્શનકારીઓની મુક્તિની માગને લઈને શંભુ રેલવે સ્ટેશનને જામ કરી દીધું હતું પરંતુ એક મહિના બાદ તેને ખાલી કરાવી દેવાયું. ખેડૂત યુનિયનોની માગોમાં બે ડઝન પાક માટે સ્જીઁની ગેરંટી, વૃદ્ધ ખેડૂતો અને મજૂરો માટે માસિક પેન્શન અને લોન માફી સામેલ છે.