Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભંડારકરની વાઈવ્ઝનું નવું ટાઈટલ હવે The Wives of Bollywood

    July 10, 2026

    Laxman Uttekar ની આગામી ફિલ્મ માટે Hrithik Roshan ને ઓફર

    July 10, 2026

    Saif Ali Khan ને ન્યૂડ સીન ઓફર થયો હતો, કહ્યું – ઈનકાર કરવાનો આજ સુધી પસ્તાવો

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભંડારકરની વાઈવ્ઝનું નવું ટાઈટલ હવે The Wives of Bollywood
    • Laxman Uttekar ની આગામી ફિલ્મ માટે Hrithik Roshan ને ઓફર
    • Saif Ali Khan ને ન્યૂડ સીન ઓફર થયો હતો, કહ્યું – ઈનકાર કરવાનો આજ સુધી પસ્તાવો
    • કલ્પનાથી પણ વધુ ડાર્ક અને રહસ્યમય, ‘Dune: Part Three’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
    • Corona રિટર્ન! આંધ્રમાં બેના મૃત્યુ : ચાર પોઝીટીવ
    • FIFA World Cup 2026 ના ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સ સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં
    • FIFA final માં મેડોના, શકીરા અને બીબર પરફોર્મ કરશે
    • બોલરોએ બાજી બગાડી : પરાજય બાદ Captain Iyer લાલચોળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup માં ફ્રાન્સની જીત બાદ લંડન અને પેરિસમાં હિંસા ફાટી નીકળી
    ખેલ જગત

    FIFA World Cup માં ફ્રાન્સની જીત બાદ લંડન અને પેરિસમાં હિંસા ફાટી નીકળી

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London તા. 10
    ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જો કે, મોરોક્કોની આ હાર બાદ બ્રિટનની રાજધાની લંડનમાં જબરદસ્ત હિંસા ફાટી નીકળી હતી. મેચ પૂરી થતાંની સાથે જ મોરોક્કોના નિરાશ અને ગુસ્સે ભરાયેલાં હજારો ફૂટબોલ ફેન્સ લંડનનાં રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં.

    ખાસ કરીને સેન્ટ્રલ લંડનનો વ્યસ્ત એડગવેર રોડ જોતજોતામાં હોબાળા અને હિંસાનાં મેદાનમાં ફેરવાઈ ગયો હતો, જ્યાં ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા.

    આ હિંસક પ્રદર્શન દરમિયાન પશ્ચિમ લંડનમાં એક પોલીસ અધિકારી પર તોફાનીઓના ટોળાએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઘાયલ પોલીસકર્મી રસ્તા પર બે પોલીસ વાહનોની વચ્ચે પડેલો દેખાય છે અને મેડિકલ ટીમ તેની સારવાર કરી રહી છે.

    જ્યારે અન્ય સાથી પોલીસકર્મીઓ ગુસ્સે ભરાયેલી ભીડને રોકવા માટે ચારેય તરફ ઢાલની સુરક્ષા રેખા બનાવીને ઉભા છે. મેટ્રોપોલિટન પોલીસે ભીડને કાબૂમાં લેવા અને આગળ વધતી અટકાવવા માટે એન્ટી-રાઇટ વાહનો અને ખાસ ક્નટેઈનમેન્ટ વ્યૂહરચના હેઠળ રસ્તાની બંને બાજુએ મજબૂત નાકાબંધી કરી દીધી હતી.

    માત્ર લંડન જ નહીં, પરંતુ ફ્રાન્સની રાજધાની પેરિસમાં પણ વિજય ઉત્સવની વચ્ચે કેટલીક જગ્યાએ હિંસક ઘર્ષણના અહેવાલો સામે આવ્યાં છે. પેરિસના ‘લેસ હેલ્સ’ વિસ્તારની આસપાસ તોફાની તત્વોનાં ટોળાએ પોલીસનાં વાહનોને ઘેરી લીધાં હતાં.

    સોશિયલ મીડિયા પર સામે આવેલાં વીડિયોમાં જોવા મળે છે કે લોકો પોલીસની ગાડીઓ પાસે એકઠા થઈને બૂમો પાડી રહ્યાં હતાં અને મોબાઈલની ફ્લેશ લાઈટો ચાલું કરીને હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, જેનાં કારણે ત્યાં પણ રાઇટ પોલીસનાં જવાનોએ બોડી આર્મર અને ઢાલ સાથે ભીડને વિખેરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

    મેચ પહેલાં ફ્રાન્સમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આખા દેશમાં 20,000 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત રાખવામાં આવ્યાં હતા, છતાં પેરિસના આંતરિક વિસ્તારોમાં છૂટાછવાયા હિંસક બનાવો બન્યાં હતાં.

    લંડનમાં સામાન્ય ઉજવણીનો માહોલ પલભરમાં હિંસક ટકરાવમાં બદલાઈ ગયો હતો અને લોકો પોતાનાં મોબાઈલમાં આ હિંસાના લાઈવ વીડિયો ઉતારતા નજરે પડ્યા હતા. હાલમાં લંડન પોલીસે સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષાબળ ખડકી દીધું છે, જો કે હજુ સુધી કેટલા લોકોની ધરપકડ થઈ છે તેની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી.

     

    FIFA World Cup Violence
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    FIFA World Cup 2026 ના ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સ સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં

    July 10, 2026
    ખેલ જગત

    FIFA final માં મેડોના, શકીરા અને બીબર પરફોર્મ કરશે

    July 10, 2026
    ખેલ જગત

    બોલરોએ બાજી બગાડી : પરાજય બાદ Captain Iyer લાલચોળ

    July 10, 2026
    ખેલ જગત

    Wimbledon Tennis Tournament ના ફાઇનલમાં એક જ દેશની બે ખેલાડી સામસામે

    July 10, 2026
    ખેલ જગત

    IND vs ENG, ચોથી T20 : Gavaskar, Ashwin and Karthik સહિતના દિગ્ગજો બેટ્સમેનો પર ભડક્યા

    July 10, 2026
    ખેલ જગત

    Olympics – Big Bash લીગ ભારતમાં રમાશે : વડાપ્રધાન મોદીનું એલાન

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભંડારકરની વાઈવ્ઝનું નવું ટાઈટલ હવે The Wives of Bollywood

    July 10, 2026

    Laxman Uttekar ની આગામી ફિલ્મ માટે Hrithik Roshan ને ઓફર

    July 10, 2026

    Saif Ali Khan ને ન્યૂડ સીન ઓફર થયો હતો, કહ્યું – ઈનકાર કરવાનો આજ સુધી પસ્તાવો

    July 10, 2026

    કલ્પનાથી પણ વધુ ડાર્ક અને રહસ્યમય, ‘Dune: Part Three’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

    July 10, 2026

    Corona રિટર્ન! આંધ્રમાં બેના મૃત્યુ : ચાર પોઝીટીવ

    July 10, 2026

    FIFA World Cup 2026 ના ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સ સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભંડારકરની વાઈવ્ઝનું નવું ટાઈટલ હવે The Wives of Bollywood

    July 10, 2026

    Laxman Uttekar ની આગામી ફિલ્મ માટે Hrithik Roshan ને ઓફર

    July 10, 2026

    Saif Ali Khan ને ન્યૂડ સીન ઓફર થયો હતો, કહ્યું – ઈનકાર કરવાનો આજ સુધી પસ્તાવો

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.