New Delhi,તા.03
રૂા.1.92 લાખ કરોડથી વધુના સરકારી-બેન્ક તથા અન્ય રોકાણકારોના દેવામાં ફસાઈને સતત નાણાકીય તથા ઘટતા જતા સબક્રાઈબરના કારણે વ્યાપારીક પડકારોનો સામનો કરી રહેલી વોડાફોન-આઈડીયાને ખરીદી લેવા અમેરિકા સ્થિત એક ઈન્વેસ્ટમેન્ટ તથા બીઝનેસ કંપનીએ રૂા.53000 કરોડની ઓફર કરતા દેશના ટેલીકોમ ક્ષેત્રમાં જબરી ઉથલપાથલના સંકેત છે.
અમેરિકી કર્મ ટીલમેન ગ્લોબલ હોલ્ડીંગો વોડાફોન-આઈડીયાએ 4-6 અબજ ડોલરના રોકાણની તૈયારી દર્શાવી છે અને તે મારફત કંપનીનું કામકાજ સંભાળી લેશે. જો કે તેમાં સરકારી જે દેવું છે તેના માટે પેકેજ-ડીલની માંગણી છે.
કોઈ દેવા માફી નહી પણ તે રોકાણકાર લાંબા ગાળાના પ્રસ્તાવની ઓફર કરે તે માંગણી છે. અમેરિકી કંપની ટીજીએચ એ વોડાફોન-આઈડીયાની મુખ્ય પ્રમોટર બની જશે. જો કે સરકારની જે 49.8 ભાગીદારી જે કંપની પાસે લેણા પેટે શેરના સ્વરૂપમાં ઉભી કરવામાં આવી છે તે યથાવત રહેશે.
અમેરિકી કંપની ટીજીએસ એ ડીજીટલ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કર્યુ છે તે કંપની ટેલીકોમ સેવા ચલાવવા માટે નિષ્ણાંત ગણાય છે. આ કંપની મુળ ભારતીય સંજીવ આહુજા ચેરમેન છે તથા 2023-2027માં તેઓએ ફ્રાન્સની નાદારી ભણી જઈ રહેલી ઓરેજ ટેલીકોમ ને ખરીદી ફરીથી તેને સ્પર્ધાત્મક નફો કરતી કંપની બનાવી છે. ઉપરાંત તે ફાયબર અને ટાવર એસેટસમાં રોકાણ કરે છે.

