Wadia, તા. પ
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા તાલુકા મથક પર સાયન્સ ના અભ્યાસ માટે ઉચ્ચતર માધ્યમિક શાળાની સગવડ આપવામાં આવી રહી છે ત્યારે અમરેલી જીલ્લાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયા ખાતે આસપાસના વિસ્તારમાં કોઈ સાયન્સ ના અભ્યાસ ની સગવડતા ના હોવાથી અને કુંકાવાવ ખાતે ગ્રાન્ટેડ સાયન્સ સ્કૂલ હતી .
તે બંધ થતા સમગ્ર તાલુકામાં સાયન્સ ના અભ્યાસ ની સુવિધાઓનો અભાવ હોવાથી સાથે ખાનગી શાળામાં તગડી ફી ના કારણે ગરીબ ને મધ્યમ વર્ગના વિદ્યાર્થઓને સાયન્સમાં અભ્યાસ કરવો ખુબ મુશ્કેલ હોવાથીઆ વિસ્તાર ના શિક્ષણ પ્રત્યે જાગૃત લોકો દ્વારા ઘણા વર્ષથી પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ, પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને વર્તમાન ધારાસભ્ય એવા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાને રજુવાત કરવામાં આવી હતી.
આ તમામ નેતાઓએ લેખિતમાં રાજ્ય સરકારને રજુવાત કરતા છેલ્લા દસ વર્ષની માંગણી વર્તમાન સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 1/8/2025ના રોજ પરિપત્ર કરીને વડિયામાં વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવતા સમગ્ર વડિયા વિસ્તાર માં હરખની હેલી જોવા મળી છે.
આ વિજ્ઞાન પ્રવાહની સ્કૂલની મંજૂરીથી વડિયા ને મળેલી સરકારી સાયન્સ સ્કૂલમાં પણ સાયન્સનો અભ્યાસ માટે વિદ્યાર્થીઓની સંખ્યા મળતા શરૂ થશે ત્યારે સમગ્ર વિસ્તાર ના શિક્ષણ પ્રેમીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વર્તમાન રાજ્ય સરકાર ના શિક્ષણ મંત્રી, વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય નો આભાર માન્યો હતો.