Morbi,તા.17
સુરત રહેતા પિતા પુત્ર જમીન વેચાણ કરી હોવાથી દસ્તાવેજ કરવા માટે મહિકા ગામ આવ્યા હતા ત્યારે જમીન બાબતે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો અને બે નાના ભાઈઓએ મોટા ભાઈ અને પિતા સહિતના ત્રણને માર મારી ઈજા પહોંચાડી હતી
હાલ સુરત રહેતા ઈમુદીન હબીબ બાદીએ આરોપીઓ સીદીક હબીબ બાદી અને ઉવેશ હબીબ બાદી રહે બંને મહિકા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 16 ના રોજ ફરિયાદીના પિતા હબીબભાઈના નામે મહિકા ગામે જમીન હોય જેનું વેચાણ કર્યું હોવાથી દસ્તાવેજ માટે સુરતથી ફરિયાદી ઈમુદીન અને પિતા હબીબભાઈ બંને આવ્યા હતા જે સારું નહિ લાગતા ફરિયાદીના સગા ભાઈઓ આરોપીઓ સીદીક અને ઉવેશ બંને રસ્તામાં બાઈક આડું રાખી લોખંડ પાઈપ વડે યુવાનની અલ્ટો ગાડીના કાચ તોડી નુકશાન કર્યું હતું
તેમજ ફરિયાદી ઈમુદીનને હાથમાં ઈજા કરી અને ખભામાં પાઈપ મારી ઈજા કરી હતી પિતા હબીબભાઈને હાથમાં ઈજા કરી લાકડાના ધોકા વડે માર મારી તેમજ ફરિયાદીના મિત્ર મહેબુબભાઈને ઈજા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે