Morbi તા 18
વાંકાનેરની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાંથી આરોપીને ચેક રિટર્નના કેસમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ આરોપી કોર્ટમાં હાજર રહેલ ન હતો જેથી કોર્ટના હુકમની અવગણના બદલ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર પ્રિન્સિપાલ સીનીયર સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા અને સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા હરદેવસિંહ વેલુભા ગોહિલ (33)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શયોના એન્ટરપ્રાઇજના જવાબદાર વ્યક્તિ અશ્વીન રાવ રહે. એસ એક્ટિવ ગાલા નં-5 કલાળી ગામ રોડ સીએમ પટેલ ફાર્મની સામે વુડા હાઉસિંગ ફ્લેટની નજીક ચાણક્ય નગરી વડોદરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.
વાંકાનેરની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 1147/ 2017 ધ નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 તથા 142 મુજબ ફરિયાદ થયેલ હતી જેમાં આરોપીને હાજર રહેવા માટે ફરમાન આપવામાં આવ્યું હતું અને તેની પત્રથી આરોપીને બજવણી થયેલ હોવા છતાં તે કોર્ટના જણાવેલ તારીખ અને સમયે હાજર ન રહેતા કોર્ટના હુકમની અવગણના કરેલ હોવાથી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
એક બોટલ દારૂ
વાંકાનેરની જામસર ચોકડી પાસેથી 400 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા બાઇક નંબર જીજે 11 એઆર 4269 જેની કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 30,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી પરસોતમભાઈ ઉર્ફે પસાભાઈ પાલાભાઈ રાઠોડ (45) રહે રાજગઢની સીમ સુરેશભાઈની ખાણ પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી.