Mumbai,તા.7
26/11ના મુંબઈ હુમલામાં સામેલ અને ભારતને પ્રત્યાર્પણથી સુપ્રત થયેલા મુળ પાકિસ્તાની-અમેરિકી નાગરીક તહાવ્વુર હુસેન રાણા હવે ભારતીય એજન્સીઓની આકરી પૂછપરછમાં પોપટની જેમ બધુ કબુલ કરવા મંડયો છે અને તેણે આ સમગ્ર હુમલામાં ડેવીડ હેડલી કે જે અમેરીકી નાગરિક છે અને આ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. 0તેને કઈ રીતે ટાર્ગેટ ઓળખવામાં મદદ કરી હતી તે ખુલ્લુ કર્યુ છે.
પાકિસ્તાની સૈન્યમાં તબીબ તરીકે ફરજ બજાવી ગયેલો રાણા એક સમયે આરોગ્યના કારણોસર તેની ડયુટીમાંથી લાંબા સમય હાજર રહ્યો ન હતો અને તે સમયે તેનો રેકોર્ડ કલીન કરવાના નામે તેને પાકિસ્તાન સૈન્યએ આ હુમલામાં સામેલ કર્યો હતો.
તે ગલ્ફયુધ્ધ સમયે સાઉદી અરેબીયામાં એક ગુપ્ત મીશન પર પણ મોકલવામાં આવ્યો હતો અને બાદમાં પોતાની પાક.સૈન્યની સેવા પુરી કરીને જર્મની, બ્રીટન, અમેરિકામાં પણ રહ્યો હતો.
છેલ્લે કેનેડામાં સ્થાયી થયો હતો. જયારે તેનો સહયોગી હેડલીના પિતા અમેરિકા હતા અને માતા પાકિસ્તાની હતા અને આ રીતે બન્ને 1974માં મળ્યા હતા.
રાણાએ કબુલ્યું કે, તે 2008ના નવેમ્બરમાં મુંબઈ આવ્યો અને નવેમ્બર માસમાં હુમલા પૂર્વે 2 દિવસ રોકાયો હતો પણ હુમલાના થોડાક કલાકો પૂર્વે જ તે દુબઈ થઈને બીજીંગ ચાલ્યો ગયો હતો તે અનેક પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને ઓળખતો હોવાનું કબુલ્યું છે.