Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Harshvardhan Rane, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ

    March 10, 2026

    Heer Ranjha માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર

    March 10, 2026

    Alia Bhatt and Sharvari Wagh ની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ની રીલિઝ વધુ એક વખત પાછળ ઠેલાઈ

    March 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Harshvardhan Rane, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ
    • Heer Ranjha માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર
    • Alia Bhatt and Sharvari Wagh ની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ની રીલિઝ વધુ એક વખત પાછળ ઠેલાઈ
    • World Champion Team India માટે BCCIએ તિજોરી ખોલી! રૂ.131 કરોડનું બમ્પર ઈનામ જાહેર
    • વર્લ્ડ કપ ટ્રોફી અમદાવાદના મંદિરમાં લઈ જવા મુદ્દે,ટીમ ઈન્ડિયા પર શરમ આવે છે Kirti Azad
    • અર્શદીપ સિંહ પર ભારે પડશે ફાઈનલ મેચનો ગુસ્સો! માફી માંગી છતાં આવી સજા આપી શકે છે ICC
    • શ્રીલંકન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગેરી કર્સ્ટનને નિયુક્ત કરવામાં આવ્યા
    • Gautam Gambhir ની સ્માઈલ પર મહેન્દ્રસિંહ ધોની ફિદા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, March 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»શું છે આ સીડબોલ ? સીડબોલ કેવી રીતે બનાવી શકાય ?
    લેખ

    શું છે આ સીડબોલ ? સીડબોલ કેવી રીતે બનાવી શકાય ?

    Vikram RavalBy Vikram RavalMarch 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સીડબૉલ બનાવવા માટેની શરૂઆત નેચરલ ફાર્મિંગ શરૂ કરનાર જાપાની પર્યાવરણપ્રેમી Masanobu Fukuoka એ કરી હતી. ઈજિપ્તમાં નાઈલ નદીમાં પૂર આવવાના કારણે થયેલ નુકસાન બાદ ફરીથી ઝાડ વાવવા માટે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે આપણા દેશમાં પણ ઘણા પર્યાવરણ પ્રેમીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.

    સીડબૉલ નામ તો તમે સાંભળ્યું જ હશે, તેના ઉપયોગ વિશે પણ ઘણા લોકો જાણતા હશે, પરંતુ તેને ઘરે કેવી રીતે બનાવી શકાય, એ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. સીડ બૉલ અર્થબૉલ તરીકે પણ ઓળખાય છે. જેમાં વિવિધ પ્રકારનાં બીજને ફળદ્રુપ માટીમાં વિંટીને દડા બનાવવાવામાં આવે છે.

    સતત ઘટી રહેલ હરિયાળીના કારણે આખી પૃથ્વી ગ્લોબલ વૉર્મિંગનો સામનો કરી રહી છે, અને તેનું સમાધાન લાવવાનો એકમાત્ર રસ્તો વૃક્ષારોપણ જ છે. વૃક્ષોથી હવામાં ઑક્સિજનનું પ્રમાણ તો વધે જ છે, સાથે-સાથે વૃક્ષો વરસાદ પણ ખેંચી લાવે છે અને વાતાવરણમાંથી ગરમી ઘટાડવામાં પણ મહત્વનો રોલ અદા કરે છે. પરંતુ દરેક જગ્યાએ રોપા વાવવા જવું શક્ય નથી બનતું ત્યાં સીડબૉલ ખૂબજ ઉપયોગી નીવડે છે. સરળતાથી ઊગી નીકળતાં દેશી કુળનાં ઝાડ-છોડનાં બીજમાંથી સીડબૉલ બનાવી ખુલ્લી જગ્યાઓ પર ચોમાસા દરમિયાન નાખવામાં આવે તો, તેના પર વરસાદ પડતાં તેમાંથી અંકૂર ફૂટી નીકળે છે અને ઝાડ-છોડ ઊગી નીકળે છે. ચોમાસા દરમિયાન આ સીડબૉલ નાખવાથી ત્યાં નિયમિત પાણી પાવા જવાની પણ જરૂર નથી પડતી, વરસાદના પાણીથી જ તેનો વિકાસ થઈ જાય છે. તો પછી તમે કોની રાહ જુઓ છો, વરસાદની શરૂઆત થઈ છે તો, સીડબૉલ બનાવી તમે પણ વિવિધ જગ્યાએ તેને નાખો અને બાળકો પાસે પણ નખાવો, જેથી તેઓ પણ અત્યારથી પ્રકૃતિની નજીક આવે. સીડબોલ બનાવવા માટે સૌપ્રથમ આસોપાલવ, અરીઠા, ઉમરો, ખીજડો, ખાખરો, જાંબુ, ગોરસ આમલી, ગરમાળો, ગુંદી, ગુંદો, ચણીબોર, પુત્રંજીવા, પીલુડી, ફાલસા, બોરસલી, બીલી, બોર, રામબાવળ, રાયણ, વડ, શીણવી, કડવો લીમડો, સીતાફળ, તુલસી વગેરેમાંથી જેનાં પણ બીજ મળી શેક તેનાં બીજ ભેગાં કરો.ત્યારબાદ ખેતરની માટી લાવો અને તેના પર થોડું પાણી છાંટી ભીની કરો. જો તમારી પાસે છાણીયું ખાતર કે કંપોસ્ટ ખાતર હોય તો તેને પણ આ માટીમાં મિક્સ કરી શકાય છે.આ દરમિયાન તમે ભેગાં કરેલ બધાં જ બીજને અલગ-અલગ તારવી દો.  હવે નાના બૉલ જેટલી માટી હાથમાં લો અને માટીની વચ્ચે 2-3 બીજ રાખી બૉલ વાળીને તેને સૂકવવા મૂકી દો. આ રીતે બધા જ બૉલ તૈયાર કરી દો.તૈયાર છે સીડબૉલ.હવે જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે રસ્તાની આસપાસ ઝાડી-ઝાંખરમાં, ગૌશાળાની આસપાસ, શાળાના મેદાનની કિનારી પર જેવી સુરક્ષિત જગ્યાઓએ આ સીડબૉલ નાખો. તેના પર વરસાદનું પાણી પડતાં જ, બે-ત્રણ દિવસમાં તેમાંથી અંકુર ફૂટી નીકળશે. એવું બની શકે કે, બધાં બીજ ન પણ ઊગે, પરંતુ તેમાંથી 30-40% ટકા બીજમાંથી પણ ઝાડ-છોડ ઊગી નીકળશે તો, ઘણી હરિયાળી થશે.

    –મિત્તલ ખેતાણી(મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)

     

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી.

    March 9, 2026
    લેખ

    પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ વૈશ્વિક ઉર્જા વ્યવસ્થા માટે એક ગંભીર ચેતવણી છે

    March 9, 2026
    લેખ

    યુદ્ધની પૃષ્ઠભૂમિ સામે આયોજિત,નવી દિલ્હી ફક્ત ઘટનાઓનું પ્રતિક્રિયાશીલ દર્શક નથી, પરંતુ એક સક્રિય એજન્ડા-નિર્માતા છે.

    March 9, 2026
    લેખ

    તંત્રી લેખ…ફરી હોબાળો થવાની શક્યતા, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા

    March 9, 2026
    લેખ

    ૦૮ માર્ચ : વિશ્વ મહિલા દિવસ

    March 7, 2026
    લેખ

    આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા

    March 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Harshvardhan Rane, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ

    March 10, 2026

    Heer Ranjha માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર

    March 10, 2026

    Alia Bhatt and Sharvari Wagh ની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ની રીલિઝ વધુ એક વખત પાછળ ઠેલાઈ

    March 10, 2026

    World Champion Team India માટે BCCIએ તિજોરી ખોલી! રૂ.131 કરોડનું બમ્પર ઈનામ જાહેર

    March 10, 2026

    વર્લ્ડ કપ ટ્રોફી અમદાવાદના મંદિરમાં લઈ જવા મુદ્દે,ટીમ ઈન્ડિયા પર શરમ આવે છે Kirti Azad

    March 10, 2026

    અર્શદીપ સિંહ પર ભારે પડશે ફાઈનલ મેચનો ગુસ્સો! માફી માંગી છતાં આવી સજા આપી શકે છે ICC

    March 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Harshvardhan Rane, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ

    March 10, 2026

    Heer Ranjha માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર

    March 10, 2026

    Alia Bhatt and Sharvari Wagh ની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ની રીલિઝ વધુ એક વખત પાછળ ઠેલાઈ

    March 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.