૮ માર્ચ એટલે કે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ પેપુ કહેવાય છે ને કે નારી તુ નથી બિચારી કે બાપડી નારી તું છે નારાયણી. આજ કાલ બધાને પોતાની દીકરીને બનાવવી છે સિંહણ જેવી અને વહુ જોઈએ છે ગાય જેવી. આ કેમ ભેગું થાય હવે પહેલી વાત એ કે સ્ત્રીનું સર્જન માત્ર ઘરકામ કરવા માટે નથી થયું. હા સ્ત્રીઓ એ ઘરકામ શીખવું જોઈએ કરવું જોઈએ, હું પણ કહું છું. એ વાતનો હું વિરોધ નથી કરતી પણ કહું છું. એ વાતનો વિરોધ નથી પણ ઘરકામ એક માટે જ સ્ત્રીનું સર્જન થયું છે એ વાત સાથે હું સહમત નથી.
આપણેને માત્ર FRONT SIDE જ દેખાય છે BEHIND SCENE દેખાતો હોવા છતાં આપણે જોયા જ નથી માંગતા. કોઈ અન્ય સ્ત્રી, કોઈ મોડું પતિ હાસિલ કરે તો આપણે લાંબી કેવી નિરખાવી જોઈએ કે જો કરી બતાવવું. પણ જ્યારે આપણા ઘરની સ્ત્રી કંઈક કરવાનું વિચારે ત્યારે ભિન્ન, બહાદુર, બની સ્ત્રી બધાને ગમે છે. પણ શરત માત્ર એવી છે કે સ્ત્રી આપણા ઘરની હોવી ના જોઈએ.
સ્વતંત્ર હોવું એનો અર્થ ઊંચું મિજાજ હોવું એવો ન્યાય નથી. સ્ત્રી જ્યારે સ્વતંત્રની સાથે સમજદાર હોય ત્યારે ઇતિહાસ ન્યાય અને સન્માનની દિશા પણ બદલાય પણ આપણે તો માત્ર NEGATIVE જ જોવા માંગીએ છીએ.
એટલે જ આપણને એ જ દેખાય ફલાણાના WIFE નોકરી ચાલુ કરીને પછી જ છૂટા-છેડા લઈ લીધા પેલીની નોકરી આવાની એ પોતેજ ઘમંડ થઈ ગયો. એવી સ્ત્રીઓને ક્યારેય નથી જોતા જેણે કે વધુ હાસિલ કરી લીધું હોય છતાં પણ DOWN TO EARTH હોય. એક સવાલ મારા મનમાં હંમેશા થાય છે ને તમારી દીકરીને તમે બનાવવા માંગો છો એ તમારી પત્ની કે તમારા ઘરની વહુ કેમના બની શકે.
સમય બદલાયો પણ અફસોસ ઘણી જગ્યાએ હજુ સ્ત્રીને લઈને વિચારો નથી બદલાયા. પહેલા પણ સ્ત્રીઓ ઘરેલું હિંસાનો શિકાર બનતી હતી ને આજે પણ બને છે.
પણ ફરક માત્ર એટલો છે કે આજે એની ઉપર કોઈ પણ હિંસા થાય ને એ અવાજ ઉઠાવે છે. ક્યારેક એવી સ્ત્રીને મળ્યા છો કે જેનો પતિ રોજ દારૂ પી ને આવતો હોય અને એની ઉપર હાથ ઉઠાવતો હોય અને ખૂણામાં બાળકો રડતા રડતા આ દ્રશ્યો જોતા હોય આવી સ્ત્રીની મનની સ્થિતિ શું હોય.
આપણે બધાને ભણેલી, ગણેલી વહુ જોઈએ છે પણ પછી ઘરમાં આવીને ઘરકામ કરતી હોવી જોઈએ. સવાલ નહિ અને સવાલ કરતી સ્ત્રી સહન નથી થતી તો “શિક્ષણ હશે ત્યાં સવાલ હશે” અને સ્ત્રી સંસ્કૃત વિચાર દ્વારા બદલાશે ને ત્યારે સાચા અર્થમાં HAPPY WOMENS DAY ઉજવાશે.
શ્રદ્ધા દેવાણી-કેશોદ

