Jamnagar,તા.13
જામનગર પક્ષીઓ માટે જાણીતું છે..વિશાળ દરિયાકાંઠો અને પક્ષી અભ્યારણ્ય ધરાવતો આ જિલ્લો ખાસ કરીને શિયાળામાં દરિયાઇ અને દેશ-વિદેશના પક્ષીઓ માટે મેળાવડો બની રહે છે..
અંહી 350 થી વધુ પ્રજાતિના પક્ષીઓનું આવા-ગમન થતું રહે છે અને ખાસ કરીને દર વરસે કોઈ ને કોઈ અલભ્ય પક્ષી આ જિલ્લામાં નોધાતું રહયું છે જેના કારણે પક્ષીઓના રિસર્ચની દુનિયામાં વિખ્યાતી પામેલ છે.. આ વરસે કથ્થાઇ કોયલ,પાનફુદકી જેવા પક્ષીઓ નવા વર્ષ ના પ્રારંભે અંહી પ્રથમ વખત જોવા મળેલ ત્યારે તેમાં વધુ એક કલગી ઉમેરાવા જઇ રહી છે..
આમ તો ખુબજ કોમન કહી શકાય તેવું પક્ષી એટલે હોલો..શહેરના સિમ વિસ્તારમાં ઠેરેઠેર જોવા મળતા હોલા માં ત્રણ પ્રજાતિના હોલા આપણે ત્યાં જોવા મળે છે.. તાજેતરમાં જામનગરના વાઇલ્ડ લાઇફ તસ્વીરકાર વિશ્વાસ ઠકકર ને ખીજડીયા પક્ષી અભ્યારણ્ય નજીક યુરેશીયન કોલર્ડ ડવ (હોલો) તેના રેતીયા કથ્થાઇ રંગ થી અલગ એટલેકે સફેદ કલરનો હોલો જોવા મળેલ છે જૈને લ્યુસિઝમ એટલેકે રંગસુત્ર ની ઉણપ હોવાના કારણે તેનો રંગ સફેદ થઇ રહયો છે 80% થી વધુ પીંછા સફેદ થયેલા છે..
હજજારો હોલામાં એકાદ અપવાદરૂપ આવો હોલો જોવા મળતો હોય છે..20 મે 2019 માં બાંગ્લાદેશ ના શાલુક મુરા ગામમાં આ પ્રકારનો હોલો મળી આવેલ હોવાનું ઈન્ડીયન બર્ડ ની વેબસાઇટ પર વોલ્યુમ.15 નં 6 પર થી જાણવા મળે છે.
આ અગાઉ યુનાઇટેડ સ્ટેટમાં 11-11-2017માં ડેબવેન્ટર એ આ પ્રકારનો હોલો જોયો હોવાનો પણ ઉલ્લેખ છે.. આમ આ રંગસુત્રની ખામી ધરાવતો સફેદ હોલો અલભ્ય છે અને ભારતમાં કદાચ પ્રથમ વખત આ પ્રકારનો સફેદ હોલો જોવા જામનગરમાં મળેલ હોવાનું જણાય છે.

