New Delhi,તા.22
ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક સંસદના ચાલુ સત્ર દરમ્યાન જગદીપ ધનખડે રાજીનામું આપ્યા બાદ હવે તેમના ઉતરાધિકારીની તલાશ શરૂ થઈ ગઈ છે.
સતારૂઢ ભાજપ પ્રેરિત એનડીએને લોકસભા અને રાજયસભાનાં સભ્યો સહીત મતદાતાઓમાં બહુમત પ્રાપ્ત છે. એટલે ધનખડના રાજીનામા બાદ આવનારા સંભવીત નામો પર વિચાર કરવામાં આવી શકાય છે.
ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યુ તે પહેલા તેઓ બંગાળના રાજયપાલ હતા. આ સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજયપાલોમાથી એક કે એક અનુભવી સંગઠનાત્મક નેતા કે કેન્દ્રીય મંત્રીઓમાંથી કોઈને પસંદ કરી શકાય છે.
પાર્ટી એવા વ્યકિતને પસંદ કરશે જેના પર કોઈ વિવાદ ન હોય ભાજપ પાસે આ પર પસંદગી માટે નેતાઓનો મોટો સમુહ છે એક ભાજપ નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી એવી વ્યકિતની આ પદ માટે પસંદગી કરશે જેના પર કોઈ વિવાદ ન હોય તેમણે સુચન કર્યું હતું કે પાર્ટીનો કોઈ અનુભવી વ્યકિત જ પસંદગીનો વિકલ્પ બની શકે છે.
જદયુનાં સાંસદ અને રાજયસભાનાં ઉપસભાપતિ હરિવંશને પણ સંભવીત ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. કારણ કે તે 2020 થી ઉપસભાપતિનાં પદ પર કાર્યરત છે અને સરકારના વિશ્વાસપાત્ર છે. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફકત લોકસભા અને રાજયસભાનાં સાંસદો જ ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે.