પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રાણિકા,જુના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ઇન્કમટેક્સ વિભાગમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હરેશભાઈ પરસોતમભાઈ મેર ,તેમના પત્ની આરતીબેન ,દિકરી મનાલી ,દિકરો રૂષિન માતા સવિતાબેન ,મોટા બેન દેવુબેન નટુભાઈ ગોહેલ, રેખાબેન અરવિંદભાઈ ચુડાસમા, બેન ગીતાબેન જેન્તીભાઈ ડાભી, રેખાબેનના દીકરા મિતુલની દીકરી વિંજલબેન તેમના વિસ્તારમાં રહેતા ધનેશભાઈ રણછોડભાઈ ચુડાસમાની રીક્ષા નંબર જી.જે.૦૪ – ડબલ્યુ ૧૨૧૭ માં ચૈત્ર માસની અમાસ હોવાથી કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શને ગયા હતા. અને સાંજના સમયે ભાવનગર પરત ફરી રહ્યા હતા ત્યારે ભુંભલી ગામ નજીક આવેલ નાની સડક પાસે પાછળથી કાર નંબર જી.જે.૦૪ – સી.જે.૩૪૫૬ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રીક્ષા સાથે અથડાવી દેતારીક્ષા ખાળીયામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતની આ ઘટનામાં રીક્ષામાં બેઠેલા મુસાફરોને નાનીમોટી ઇજા થતા તમામને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માત હરેશભાઈના બહેન રેખાબેન અરવિંદભાઈ ચુડાસમા ( રહે.રાણીકા,ભાવનગર ) નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે હરેશભાઈએ ઘોઘા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- સોય વિના જ Diabetes ટેસ્ટ થશે
- વૈજ્ઞાનિકો એ અનોખી Antibody વિકસાવી : નવા વાઇરસને વધવા નહીં દે
- Ajit Pawar ના પુત્રના રૂા.300 કરોડના જમીન સોદા મુદે વિવાદ: તપાસના આદેશ આપતા ફડણવીસ
- America ના પ્રથમ મહિલા સ્પીકર નેન્સીની રાજકીય નિવૃતિ : ટ્રમ્પ ખુશ -`દુષ્ટ મહિલાથી મુકિત’
- ટ્રેનની બારીમાંથી ભારત ભૂમિની સૌંદર્યતા નિહાળીને રચાયેલું ગીત એટલે `Vande Mataram’
- Delhi Airport પર ATC માં ક્ષતિ : વિમાની સેવા ખોરવાઈ
- Petrol, Diesel મોંઘા નહીં થાય : સાઉદી કંપની અરામકોએ ક્રુડ તેલના ભાવ ઘટાડયા
- Trump ફરી મોદીની પ્રશંસા કરી : આગામી વર્ષે ભારતની મુલાકાત લેવાનો સંકેત

