પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રાણિકા,જુના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ઇન્કમટેક્સ વિભાગમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હરેશભાઈ પરસોતમભાઈ મેર ,તેમના પત્ની આરતીબેન ,દિકરી મનાલી ,દિકરો રૂષિન માતા સવિતાબેન ,મોટા બેન દેવુબેન નટુભાઈ ગોહેલ, રેખાબેન અરવિંદભાઈ ચુડાસમા, બેન ગીતાબેન જેન્તીભાઈ ડાભી, રેખાબેનના દીકરા મિતુલની દીકરી વિંજલબેન તેમના વિસ્તારમાં રહેતા ધનેશભાઈ રણછોડભાઈ ચુડાસમાની રીક્ષા નંબર જી.જે.૦૪ – ડબલ્યુ ૧૨૧૭ માં ચૈત્ર માસની અમાસ હોવાથી કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શને ગયા હતા. અને સાંજના સમયે ભાવનગર પરત ફરી રહ્યા હતા ત્યારે ભુંભલી ગામ નજીક આવેલ નાની સડક પાસે પાછળથી કાર નંબર જી.જે.૦૪ – સી.જે.૩૪૫૬ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રીક્ષા સાથે અથડાવી દેતારીક્ષા ખાળીયામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતની આ ઘટનામાં રીક્ષામાં બેઠેલા મુસાફરોને નાનીમોટી ઇજા થતા તમામને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માત હરેશભાઈના બહેન રેખાબેન અરવિંદભાઈ ચુડાસમા ( રહે.રાણીકા,ભાવનગર ) નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે હરેશભાઈએ ઘોઘા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

