Junagadh તા.25
જુનાગઢ રહેતી પરણીતા ઉપર આઠ માસ પુર્વે હોટેલમાં બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દઈ લગ્ન ન કરી ભોગ બનનારને આરોપી તેની પત્ની-પુત્રએ માર મારી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ છે.
જુનાગઢ રહેતી પરણિતાને લગ્નની લાલચ આપી આઠ માસ પુર્વે આરોપી દિનેશ રવજી મકવાણાએ આઠ માસ પહેલા ધ ગ્રાન્ડ મારુતી હોટલમાં લઈ જઈ તેણી ઉપર બળાત્કાર ગુજારી પ્રેગનેન્ટ કરી દઈ લગ્નનો વાયદો ન નીભાવેલ દવાખાને જતા આરોપી દીનેશની પત્ની કંચનબેન દિનેશે ગાળો ભાંડી હતી.
દવાખાને દાખલ હતા ત્યાં દિનેશના પુત્ર પાર્થ દિનેશ મકવાણાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પીએસઆઈ એ.એચ.માધવાચાર્યે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ એ ડીવીઝનની વાણંદ સોસાયટીના નાકા પાસે દાતાર રોડ પર રહેતા ગાંડાભાઈ મકવાણાની 16 વર્ષની દિકરી તુલસીબેને કોઈ કારણોસર એસીડ પી લેતા મોત નોંધાયું હતું. આ અંગેની એ ડીવીઝન પોલીસમાં અનીલભાઈ ગાંડાભાઈ મકવાણા (દે.પુ.) રે. ટીંબાવાડી- પ્રમુખનગર પાસે વાળાએ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.