New Delhi,તા.૧૨
દિલ્હી મહિલા સન્માન નિધિઃ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે મહિલા સન્માન નિધિ યોજના હેઠળ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પોતાનું વચન પૂરું કરતાં દિલ્હી સરકારે દરેક મહિલાના બેંક ખાતામાં દર મહિને ૧૦૦૦ રૂપિયા જમા કરવાની યોજનાને મંજૂરી આપી છે. આતિશીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. હવે દિલ્હીની મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, ત્યારબાદ આ રકમ તેમના ખાતામાં જમા થશે.
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે તેને મહિલાઓ અને માતાઓ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ યોજના દિલ્હીની મહિલાઓને આર્થિક મજબૂતી આપશે. નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, અને દર મહિને તેમાં જોડાનાર મહિલાઓના ખાતામાં ૧,૦૦૦ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પગલું મહિલાઓના સન્માન અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.