Vadiya ,તા.12
કુકાવાવ તાલુકાના અનિડા ગામના વતની અને કડિયા કામ કરતા રમેશ નાથાભાઈ સોલિયા ૫૮ તારીખ ૧/૪/૨૫ના રોજ સાંજે આઠ વાગે ઉજલા થી તલાડી જતા હતા ત્યારે મોટરસાયકલ સ્લીપ થઈ જતા ગંભીર ઇજાગ્રત હાલતમાં બેભાન થઈ ગયા હતા, રમેશભાઈને ૧૦૮ મારફત પ્રથમ અમરેલી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા આજે તા,૧૨ના રોજ સવારે ૭/૩૦ વાગે તબીબો એ મરણ ગયેલ જાહેર કર્યા હતા પરિવારજનો એ જણાવ્યું હતું કે રમેશભાઈ સોલીયા કડિયા કામ કરતા હોય અને ખરીદી કરવા માટે ગયા હતા ને વળતી વખતે આ અકસ્માત થયો હતો આ અંગ વડીયા પોલીસે તપાસ હાથ ધરીછે