Rajkot, તા.૨૯
એઈડ્સ પ્રિવેન્સ કલબ દ્વારા વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણીની આજથી શહેરમાં શરૂ થઈ હતી. જેમાં વિરાણી હાઈસ્કૂલ ખાતે ધો.૯ થી ૧૨ ના એક હજાર વિદ્યાર્થી તથા ૧૦૦ એનસીસી કેડેટ દ્વારા વિશાળ એઈડ્સ જાગૃતી રેડ રિબન નિર્માણ કરવામાં આવેલ હતી. જેમાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા સાથે સ્ટાફ ગણે જહેમત ઉઠાવીને વિશાળ છાત્રોમાં જાગૃતિ ફેલાવી હતી.
એઈડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા શહેરમાં આજથી સતત ચાર માસ સુધી બસોથી વધુ આયોજન કરીને શહેર-જીલ્લાની ૧૫૦૦ થી વધુ શાળાના બે લાખ છાત્રોને આવરી લેવાશે તેમ ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે. આ આયોજન સોમવારે સવારે ૯ વાગ્યે જે તે શાળામાં યોજાશે.
શનિવારે સવારે ૯.૩૦ વાગ્યે જી.ટી.શેઠ સ્કૂલના સથવારે રેસકોર્ષ એથ્લેટીક ગ્રાઉન્ડ ખાતે ૧૫૦૦ છાત્રો બે હજાર ફૂટ લાંબી રેડ કાપડ સાથે રિબન બનાવશે. રવિવારે સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા ખાતે સેમિનાર, રેલી, રિબન સવારે ૧૦ વાગ્યે અને સોમવારે કણસાગરા મહિલા કોલેજ ખાતે સેમિનાર, રેલી,રિબનમાં ૫૦૦ છાત્રા જોડાશે. લાયન્સ કલબ પણ સહયોગ આપશે. તા.૩ ને મંગળવારે પંચશીલ સ્કૂલ ખાતે કેન્ડલલાઈટ રિબન બનાવશે.