Karnataka,તા.31
દુનિયાનું પહેલું સીઆરઆઇબી એન્ટીજન બ્લડ ગૃપ ભારતમ માંથી મળ્યું છે. કર્ણાટકની મહિલાની તપાસમાં આ ઘટના બહાર આવી છે. કાર્ડિયાક એરેસ્ટ બાદ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બહાર આવ્યું કે મહિલાનું બ્લડ ગૃપ એવું છે જે હજુ સુધી દુનિયામાં કોઇનું નથી મળ્યું.
કર્ણાટકના કોલાર જીલ્લાની એક 38 વર્ષિય મહીલામાં દુનીયાનું પહેલું અનોખું સીઆરસી એન્ટીજન બ્લડ ગૃપ મળી આવ્યું છે. આ બ્લડ ગૃપ અત્યાસ સુધીમાં દુનિયામાં કયાંય પણ નથી જોવામાં આવ્યું. ખરેખર તો કાર્ડીયાક એરેસ્ટ બાદ મહીલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં ડોકટોએ તેનું બ્લડગૃપ ચેક કરાવવા માટે સેમ્પલ લેબોરેટરી મોકલવામાં આવ્યા હતાં.
લેબ આસીસ્ટન્ટની તપાસમાં જે રીપોર્ટ બહાર આવ્યા તેણે બધાને આશ્ચર્યચકીત કરી દીધા હતાં. હાર્ટ સર્જરી માટે દાખલ મહીલાનું બ્લડગૃપ ઓઆરએચ પ્લસ કે જે સામાન્ય છે પરંતુ કોઇ પણ ઓ પોઝીટીવ બ્લડ યુનિટ સાથે તેનું બ્લડ મેચ ન થયું ત્યારબાદ બ્લડની ઉંડી તપાસ માટે બ્લડ સેમ્પલને રોટરી બેંગ્લુરુ ટીટીકે બ્લડ સેન્ટર મોકલવામાં આવ્યું હતું.
ત્યાં આધુનીક રીતે તપાસ કરાઇ પણ મહીલાના બ્લડ સાથે કોઇનું પણ બ્લડ સેમ્પલ મેચ ન થયું. મહીલાના પરિવારના લગભગ 20 લોકોના સેમ્પલ લેવાયા હતા પણ બ્લડ મેચ નહોતા થયાં. રોટરી બેંગ્લુુરુ ટીટીકે બ્લડ સેન્ટરના ડો.અંકીત માથુરે જણાવ્યું હતું કે મહીલાનું ઓપરેશન બ્લડ ટ્રાન્સફર વિના સફળતાપુર્વક થઇ ગયું છે.
મહીલા અને તેના પરીવારના બ્લડ સેમ્પલને બ્લડગૃપ રેફરન્સ લેબોરેટરી બ્રિટન મોકલવામાં આવ્યું હતું. 10 મહીનાના રીસર્ચ બાદ એક નવું બ્લડગૃપ એન્ટીજન મળ્યું છે. જેને સીઆરઆઇબી નામ અપાયું છે. સીઆરઆઇબી નામના સીઆરનો મતલબ ‘ક્રોમર’ અને આઇબીનો મતલબ ‘ઇન્ડિયા-બેંગ્લુરૂ’ છે.