Washingtonતા.28
અમેરિકામાં ચાર વર્ષના ગાળા બાદ ફરી એક વખત પ્રમુખ બનેલા રીપબ્લીકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પ હવે ત્રીજી ટર્મ માટેની પણ તૈયારી કરી રહ્યા હોવાના સંકેત છે. જો કે અમેરિકી બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ એટલે કે આઠ વર્ષ માટે પ્રમુખપદે રહી શકે છે અને ટ્રમ્પ 2028માં તેમની 8 વર્ષની ટર્મ બે તબકકામાં પુરી કરશે.
રીપબ્લીકન પક્ષમાં ટ્રમ્પના અનુગામી તરીકે વિદેશ સચીવ માર્કો રૂબીયો અને ઉપપ્રમુખ જે.ડી.વાન્સ હોવાની ચર્ચા છે પણ ખુદ ટ્રમ્પ પોતાની ત્રીજી ટર્મ શકય બને તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
જો કે ટ્રમ્પની પસંદગી જે.ડી.વાન્સ પર છે. ટ્રમ્પ અમેરિકી બંધારણમાં કોઈ લુઝ પોલ શોધીને પોતાની ત્રીજી ટર્મ શકય બને તે માટે તેના સાથીદારોને જણાવ્યુ છે. તેઓએ સ્વીકાર્યુ કે મને ત્રીજી ટર્મ માટે પ્રમુખ બનવુ ગમશે અને હું ફરી જીતી પણ શકુ તેમ છું.

