Mumbai,તા.૯
ભારતીય ટીમના યુવા ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલે છેલ્લા એક વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે દેશ અને વિદેશમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલે આ વર્ષની શરૂઆતમાં ઘરેલુ ક્રિકેટ રમવા અંગે એક મોટો નિર્ણય લીધો હતો, જેમાં તે મુંબઈની ટીમ છોડીને ગોવામાં જોડાયો હતો. હવે જયસ્વાલે ફરીથી પોતાનો નિર્ણય બદલ્યો છે જેમાં તેમણે યુ-ટર્ન લીધો છે.
ગોવા ટીમ માટે રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પત્ર લખનાર યશસ્વી જયસ્વાલને એમસીએ દ્વારા તાત્કાલિક સ્વીકારવામાં આવ્યો. હવે, સમાચાર એજન્સી અનુસાર, યશસ્વી જયસ્વાલે પોતાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે અને એમસીએને ર્દ્ગંઝ્ર પાછી ખેંચવાની વિનંતી કરતો ઇમેઇલ મોકલ્યો છે. ગોવા તરફથી રમવાનું કારણ જયસ્વાલે કૌટુંબિક યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેને તેમણે હાલ પૂરતું મુલતવી રાખ્યું છે. જયસ્વાલે પોતાના પત્રમાં લખ્યું છે કે હું એમસીએને વિનંતી કરું છું કે મને મુંબઈ ટીમ માટે રમવાની મંજૂરી આપવામાં આવે. મેં હજુ સુધી મ્ઝ્રઝ્રૈં અને ગોવા ક્રિકેટ એસોસિએશનને ર્દ્ગંઝ્ર સુપરત કર્યું નથી.
ઘરેલુ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે ૩૨ મેચ રમી છે, જેમાં તેણે ૬૬ ઇનિંગ્સમાં ૩૭૧૨ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, જયસ્વાલના બેટમાંથી ૧૩ સદી અને ૧૨ અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે. ઘરેલુ ક્રિકેટમાં જયસ્વાલનો સર્વોચ્ચ સ્કોર ૨૦૩ રન છે. આ જ યાદીમાં, જયસ્વાલે ૧૧૬ મેચ રમી છે અને ૩૨.૮૬ ની સરેરાશથી ૩૪૫૧ રન બનાવ્યા છે અને ત્રણ સદી અને ૨૨ અડધી સદી ફટકારી છે