Pakistanતા.20
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે પાકિસ્તાને પણ સ્વીકાર્યુ છે કે, ઓપરેશન સિંદુર સમયે યુદ્ધ વિરામ માટે તેણે જ ભારતને આજીજી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા જ જે રીતે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું હતું કે ભારત-પાક વચ્ચેના યુદ્ધવિરામમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા નથી અને પાકિસ્તાનની વિનંતીથી જ અમે હુમલા રોકયા હતા.
તે બાદ ટ્રમ્પે પણ સ્વીકાર્યુ કે, બંને દેશોએ જ યુદ્ધવિરામ નકકી કર્યુ હતું. હવે તે બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક દારે પણ સ્વીકાર્યુ છે કે અમારા એરબેઝ પર ભારે હુમલા અને બે એરબેઝને નુકશાનીના પગલે જ અમે ભારતને હુમલા રોકવા આજીજી કરી હતી.
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાનનું આ નિવેદન મહત્વનું છે અને ઘરઆંગણે પણ રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ જે રીતે ભારતે ટ્રમ્પના દબાણથી યુદ્ધવિરામ કર્યુ તેવા વારંવાર આક્ષેપો કરે છે તેને પણ જવાબ મળી ગયો છે. વાસ્તવમાં ભારતના આકરા હુમલા બાદ પાકિસ્તાન એ સાઉદી ક્રાઉન પ્રિન્સ ફૈઝલનો સંપર્ક કર્યો હતો.
અને એવી વિનંતી કરી કે તે ભારત પર હુમલા રોકવા માટે દબાણ લાવે બાદમાં ક્રાઉન પ્રિન્સે આ મુદે વિદેશમંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરી હતી અને પાકિસ્તાનની વિનંતી પહોંચાડી હતી. ખાસ કરીને ભારતને એ કહેવા પ્રયાસ કર્યો કે તે હવાઈ હુમલા રોકી દે, પાકિસ્તાન એરફોર્સના નુરખાન, કે જે ચકાલાલા રાવલપીંડીની નજીક આવ્યો હતો.
પાટનગર ઈસ્લામાબાદથી 10 કી.મી. જ દુર હતું તેને થયેલું નુકશાન એ પાકિસ્તાન માટે મોટો ફટકો બની ગયું અને તેથી તેણે ભારત હુમલા રોકે તે જરૂરી હોવાનું સાઉદી પ્રિન્સ પર દબાણ લાવ્યુ હતું. ભારતે ફકત 45 મીનીટમાં જ નુરખાન ઉપરાંત સોરકોટ એરબેઝને પણ તબાહ કર્યુ હતું.