Jamnagarતા ૨૩
કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામમાં રહેતા અને લાલપુર તાલુકાના ભણગોર ગામમાં આવેલી ખેતીની જમીનમાં ખેતીવાડીનું કામ સંભાળતા ગોવિંદભાઈ રણમલભાઈ વરવાડીયા નામના ૨૭ વર્ષના ખેડૂત આહીર યુવાને પોતાના માથામાં લોખંડના પાઇપ અને લાકડાનો ધોકો વગેરે હથીયારથી હુમલો કરી દઈ માથું ફોડી નાખવા અંગે મેમાણા ગામમાં રહેતા વિજય વેજાણંદભાઈ ગોજીયા અને તેની પત્ની સોનલબેન વિજયભાઈ ગોઝિયા સામે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઇજાગ્રસ્ત ખેડૂત યુવાનને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, અને તેને માથામાં ચારથી પાંચ ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનના ભાઈ અને આરોપી વચ્ચે ભાગમાં ખેતીની જમીન વાવી હતી, પરંતુ તેની સાથે ભાગમાં ખેતીવાડી નું કામ કરવું ન હોવાથી પોતાનો સામાન ભરવા માટે આવતાં આરોપી દંપત્તિએ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.