Morbi,તા.14
હનુમાન જયંતી નિમિતે પ્રસાદી લેવા ખારચિયા ગામથી આમરણ જતા હાઈવે પર ડબલ સવારી બાઈકમાં બે ભાઈઓ જતા હતા જે બાઈક રોડ સાઈડમાં પાર્ક કરેલ ટ્રક કન્ટેનર પાછળ અથડાતા બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું અને પાછળ બેસેલ ૧૬ વર્ષના સગીર ભાઈને ઈજા પહોંચી હતી
મોરબીના નવા ખારચિયા ગામે રહેતા રમેશભાઈ રેવાભાઈ બોપલીયા (ઉ.વ.૫૦) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કૌટુંબિક ભાઈ રમેશભાઈ કાનજીભાઈના દીકરા સાહિલ પોતાનું બાઈક જીજે ૧૦ બીઈ ૧૭૫૦ વાળું લઈને હનુમાન જયંતી હોવાથી હનુમાનજી મંદિરે પ્રસાદી લેવા જવાનું હોવાથી સાહિલ અને ફરિયાદીનો દીકરો આર્યન બંને બાઈક લઈને જતા હતા બાઈક સાહિલ ચલાવતો હતો ખારચિયા ગામથી આમરણ જતા રોડ પર ટ્રક કન્ટેનર રોડ સાઈડમાં પાર્ક કરેલ હતું જેની પાછળ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક સાહિલ રમેશભાઈ બોપલીયા (ઉ.વ.૨૦) વાળાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જયારે પાછળ બેસેલ ફરિયાદીના દીકરા આર્યન (ઉ.વ.૧૬) વાળાને ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે