Junagadh તા.16
જુનાગઢની મહિલા પર રાજકોટના શખ્સનું વારંવાર દુષ્કર્મ ગુજારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.જુનાગઢના જોષીપરા વિસ્તારની સોસાયટીમાં રહેતી 42 વર્ષીય મહિલા એ બી ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં રાજકોટ રેલનગર શેરી નં.1માં રહેતો ધર્મેશ નાથા મકવાણાએ મહિલાને લગ્નની લાલચ આપી મીત્રતા કેળવી છેલ્લા બે વર્ષથી અનેકવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
અને ગત તા.12-4-25ના જુનાગઢ મજેવડી દરવાજા નજીક રેલ્વેસ્ટેશન રોડ પરની સરોવર પોલ્ટીકો હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધી તે વખતના વિડીયો લઈ શરીર સંબંધ બાંધી તે વખતના વિડીયો ઉતારી લીધેલ જે વિડીયો મોકલી તેણીના છુટાછેડા કરાવી લીધેલ બાદ લગ્નની લાલચ આપી લગ્ન ન કરી ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેની ગઈકાલે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજકોટના ધર્મેશ નાથા મકવાણા સામે બીએનએસ કલમ-69-269(બી) 351(3) તથા આઈટી કલમ 66(વી) 67 મુજબ પીએસઆઈ એ.બી.ગોહીલે તપાસ હાથ ધરી છે.