Jamnagarતા ૧૪
મૂળ પંજાબ રાજ્યનો વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહીને ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો વિશ્વદિપસિંઘ પ્રતાપસિંગ નામના ૨૬ વર્ષના પંજાબી યુવાન કે જે ગઈકાલે પડાણા ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે માર્ગ પર નીચે પડી ગયો હતો, અને તેને હેમરેજ સહિતની ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં ફરજ પરના તબિબ દ્વારા તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં મેઘપર પોલીસ સ્ટેશનના એએસઆઈવીસી જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.