કેકેવી ચોકમાં પુત્રના ઝઘડાનો ખાર રાખી રીક્ષા ચાલક પર ત્રિપુટી નો હુમલો
Rajkot,તા.16
શહેરના કાળજાળ તડકામાં થર્મોમીટરની જેમ મગજના પારા પણ આસમાનમાં રહેતા હોય તેમ નજીવી બાબતે બોલાચાલી અને મારામારીના બનાવો નિરંતર વધી રહ્યા છે શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ આઈ પી મિશન સ્કૂલની બાજુમાં મુસ્લિમ લાઇન શેરીમાં થી પસાર થઈ રહેલા યુવાન પર ત્રણ શખ્સોએ અને કેકેવી ચોકમાં રીક્ષા ચાલક પરહુમલો કરી છરીથી ઇજા કર્યાની પોલીસ ફરિયાદો નોંધાય છે.આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કલેકટર ઓફિસ પાછળ નરસંગપુરા શેરી નંબર૧માં રહેતા વ્યવસાયે ડ્રાઇવર સાહિલભાઈ મહંમદભાઈ જાફરએ એ ડિવિઝન પોલીસ મથકમાંમાં ફરિયાદ નોંધાવી છે કે તા ૩ ના રોજ સાંજે પોતે નજીક આઈ પી મિશન સ્કૂલ પાસે હતો ત્યારે આયર્ન, અમુ,, અબુ અને બે જાણ્યા શખ્સોએ આંતરિ છરીના ઘાથી માથા અને છાતી અને સાથળના ભાગે ઇજા કરી ધમકી ની પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ એન જેઠવાએ તપાસ હાથ ધરી છે.જ્યારે બીજી ઘટનામાં કેકેવી ચોક પાસે નવા બનેલ ગેમિંગ ઝોન પૂલ નીચે મોડી રાત્રે ફરિયાદી વ્યવસાય રીક્ષા ડ્રાઇવર આરીફ ઉર્ફેચકી ફૈઝ મહંમદ ભાઈ શાહમદાર ને રસ્તામાં આંતરિ કાળુભાઇ એ તારોભાઈ સુમારસા ક્યાં છે? તે મારા પુત્ર ને કેમ માર માર્યો? તેમ કહી ઝઘડો કરી બેફામ ગાળો ભાંડતા ફરિયાદી એ ગાળો આપવાની ના પડતા કાળુભાઈ ,ગીતાબેન અને બે અજાણ્યા માણસોએ ફરિયાદીને લાકડા ધોકા થી માર મારી આંખ નીચે છરી નો ઘ મારી ઇજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નંદી એએસઆઈ ધર્મેશભાઈ ડાંગરે તપાસ હાથ ધરી છે