New Delhi,તા.29
ચાઈનીઝ Deepseek – એઆઈ મોડેલ એ દુનિયાભરમાં એક તહેલકો મચાવી દીધો છે અને હવે વિશ્વમાં AI વોર કેવી કોટાની ટકકર જેવી હશે તેના એક અંદાજ પણ આપી દીધો છે.
તે સમયે હવે ભારતે પણ અમેરિકા કે ચીનના AI મોડેલ પર આધાર રાખવાના બદલે ખુદની બુદ્ધિનો ઉપયોગ કરીને આ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સમાં ભારત પાછળ રહી જાય નહી તે નિશ્ચિત કરવું પડશે.
ભારતમાં હવે સરકારી વિભાગો પણ તેના કામકાજ માટે AI નો ઉપયોગ કરવા લાગ્યા છે. ડેટા એનાલીસથી લઈને ચેટબોટ એ AI ના ખૂબજ સામાન્ય મોડેલ બની ગયા છે તેથી આગામી સમયે રજુ થનારા કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન પણ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સમાં ભારતના આગામી સમયના પ્રોજેકટ માટે ભંડોળ ફાળવે તેવા સંકેત છે.
દેશમાં AI નો અનેક સરકારી એજન્સીઓ પણ ઉપયોગ કરી રહ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ એ ફ્રોડ એનાલીસ્ટ અને કોઈપણ અપરાધ કે અપરાધની મોડેલ ઓપરેન્ડી નિશ્ચિત કરતા આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
ઉર્જા મંત્રાલયે જયોતિ ચેટ બોટ તૈયાર કર્યુ છે, જે હાલ શહેરી ક્ષેત્રોને તેમના કનેકશનની સ્થિતિ, વિજકાપ અને બિલીંગ સહિતની જે માહિતી આવે છે તથા જે સ્માર્ટ મિટર સીસ્ટમ અમલી બનવા જઈ રહી છે તેમાં આ પ્રકારના AI મોડેલનો ઉપયોગ થશે.
ટેક કંપનીઓ તો આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સને હવે ભવિષ્યના પ્રોજેકટ માટે ખૂબ જ મહત્વનું ગણાવે છે. ડીજીટલ ઈન્ડીયા કોર્પોરેશન જે ઈલેકટ્રોનીકસ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા સ્થાપવામાં આવ્યું છે અને નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન તેના દ્વારા લોકોને સામાજીક કલ્યાણથી અનેક યોજનાઓમાં અરજીથી લઈને મંજુરી સુધીની પ્રક્રિયામાં સહાય કરશે.
ઓડિયામાં વનવિભાગે માનવ પ્રાણીની ટકકર થાય નહી તે માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો. હાલ ચાલી રહેલા કુંભમેળામાં પણ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીનો સૌથી મોટો ઉપયોગ થઈ રહ્યો છે.
જેમાં કુંભ સહાયક એ સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ બની ગયુ છે તથા તે ઓડિયો ટેકનોલોજીથી પણ કામ કરે છે. જેથી ટેકથી જાણકાર ન હોય તે પણ તેનો ઉપયોગ કરી શકે છે.
ઈ-પેમેન્ટ, કેવાયસી, આ તમામ એડીશન એઆઈ છે પણ ભારતે જનરેટીવ એઆઈમાં હજું મહારત મેળવવાની છે. એઆઈની ક્ષમતાનો કોઈ અંત જ નથી પણ તેનો ઉપયોગ સૌથી મહત્વનો બની રહેશે.