Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh : રિસામણે આવેલી મહિલા ઉપર પતિનો મધરાતે છરી વડે હુમલો

    April 21, 2026

    Junagadh : ભવનાથ તળેટી ખાતે શનિદેવના મંદિરે યજ્ઞ યોજાયો,20 હજાર આહુતી અપાઇ

    April 21, 2026

    Junagadh : વંથલીનાં બંધડા ગામે પતિની જાણ બહાર પત્નીએ સોનાના દાગીના સગેવગે કર્યા

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh : રિસામણે આવેલી મહિલા ઉપર પતિનો મધરાતે છરી વડે હુમલો
    • Junagadh : ભવનાથ તળેટી ખાતે શનિદેવના મંદિરે યજ્ઞ યોજાયો,20 હજાર આહુતી અપાઇ
    • Junagadh : વંથલીનાં બંધડા ગામે પતિની જાણ બહાર પત્નીએ સોનાના દાગીના સગેવગે કર્યા
    • Visavadar સરકારી હોસ્પિટલમાં બે તબીબોની રાતોરાત બદલી થતાં નારાજગી
    • Junagadh : દંપતિ વચ્ચે ઝઘડા કરાવવાના મનદુ:ખ પ્રશ્ને છરીથી હુમલો
    • Junagadh : શીલ પોલીસ સ્ટેશનનાં ગુનામાં ચાર માસથી ફરાર આરોપી પકડાયો
    • Bhavnagar: જિલ્લાનાં ડેપો ઉપર ધુમ્રપાન કરતા 256 શખ્સો પકડાયા
    • Bhavnagar: સરદાર પટેલ સોસાયટીનાં મકાનમાંથી રૂા.1.97 લાખની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»પાંચ મહિના બાદ ફરી mutual funds માં રોકાણ વધ્યું !
    વ્યાપાર

    પાંચ મહિના બાદ ફરી mutual funds માં રોકાણ વધ્યું !

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhiતા.11

    રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલાં આંકડા અનુસાર જૂનમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ (એમએફ)માં ચોખ્ખો પ્રવાહ 24 ટકા વધીને રૂ.23,587 કરોડ થયો છે. આનાથી સતત પાંચ મહિનાથી ચાલી રહેલી ઉપાડની પ્રક્રિયાનો ભંગ થયો છે.

    એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)એ બુધવારે જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં ચોખ્ખો પ્રવાહ સતત 52મા મહિને સકારાત્મક રહ્યો છે, જે રોકાણકારોના સતત વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

    ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં જૂનમાં રૂ.23,587 કરોડનો ઇનફ્લો જોવાયો હતો, જે મે મહિનામાં રૂ.19013 કરોડ હતો. આ પહેલાં ડિસેમ્બરમાં 41,156 કરોડનું રોકાણ થયું હતું.

    આ પછી શેરબજારમાં તેજ ગતિવિધીના કારણે તેમણે ઘટાડાનો સમયગાળો શરૂ કર્યો હતો, પરંતુ જૂન મહિના દરમિયાન બજારનું વળતર મળવાને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં ફરી એક વખત નેટ રોકાણમાં વધારો થયો છે.

    એસઆઈપીમાં ફરી ટ્રેન્ડ વધ્યો
    એમ્ફી દ્વારા જાહેર કરવામાં આવેલાં આંકડા અનુસાર, સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી)માં સમીક્ષાધીન મહિના દરમિયાન રૂ.27,269 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો, જે મે મહિનામાં રૂ.26,688 કરોડ હતો. ઇક્વિટી-લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ્સ એકમાત્ર એવી કેટેગરી હતી જેમાં રૂ.556 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો.

    બે લાખ કરોડથી વધુની સંપત્તિમાં વધારો 
    એકંદરે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જૂનમાં રૂ. 49,000 કરોડથી વધુનો પ્રવાહ જોવા મળ્યો હતો, જે મે મહિનામાં રૂ. 29,000 કરોડ હતો. આ રોકાણથી, ઉદ્યોગની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) જૂન સુધીમાં વધીને રેકોર્ડ 74.4 ટ્રિલિયન રૂપિયા થઈ ગઈ છે.

    કયા મહિનામાં કેટલું રોકાણ
    નવેમ્બર : 35,943 કરોડ
    ડિસેમ્બર : 41156 કરોડ
    જાન્યુઆરી : 39,688 કરોડ
    ફેબ્રુઆરી : 29303 કરોડ
    માર્ચ : 25082 કરોડ
    એપ્રિલ : 24269 કરોડ
    મે : 19013 કરોડ
    જૂન : 23587 કરોડ

    ફ્લેક્સી ફંડમાં સૌથી વધુ રકમનું રોકાણ 
    ડેટા મુજબ જૂનમાં મોટા ભાગના ઇક્વિટી સેગમેન્ટમાં સારું રોકાણ જોવા મળ્યું હતું. ઇક્વિટી ફંડ કેટેગરીમાં ફ્લેક્સી-કેપ ફંડ્સે જૂનમાં સૌથી વધુ રૂ.5,733 કરોડનો ઇનફ્લો આકર્ષ્યો હતો.

    આ ઉપરાંત સ્મોલ કેપ ફંડ્સમાં રૂ.4024 કરોડ અને મિડ-કેપ ફંડ્સમાં રૂ.3754 કરોડનો મજબૂત ઇનફ્લો હતો. આ ઉપરાંત લાર્જ-કેપ ફંડમાં રૂ.1,694 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું.

    શું કહે છે નિષ્ણાતો
    મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ ઉછાળો રોકાણકારોમાં આત્મવિશ્વાસની નવી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જેને તમામ ક્ષેત્રોમાં મજબૂત ઇક્વિટી માર્કેટના પ્રદર્શનદ્વારા ટેકો મળ્યો છે.

    નિફ્ટી 50 ઇન્ડેક્સમાં ઉછાળો અને મિડ-કેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં વધુ મજબૂત તેજી સહિત વ્યાપક બજાર લાભે ઇક્વિટી રોકાણોમાં રસ પુનજીર્વિત કરવામાં મદદ કરી છે.

    ગોલ્ડ ઇટીએફમાં એક મહિનાની અંદર છ ગણું રોકાણ
    ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં જૂનમાં રોકાણકારોના રસમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને રૂ.2081 કરોડનું ચોખ્ખું રોકાણ જોવા મળ્યું હતું, જે જાન્યુઆરી પછીનો સૌથી ઊંચો માસિક પ્રવાહ છે. મે મહિનામાં તેણે 292 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

    જાણકારોનું કહેવું છે કે, સોનાનાં વધતાં ભાવને કારણે રોકાણકારોનો ગોલ્ડ ઇટીએફ પ્રત્યે રસ વધ્યો છે. બીજી તરફ ડેટ ફંડ્સમાં સમીક્ષાધીન મહિનામાં રૂ.1,711 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો, જે મે મહિનામાં રૂ.15,908 કરોડ હતો.

    five months increased Investment mutual funds
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    IPL Stadium Tickets પર 40% GSTનો વિરોધ; આ રમત સ્પર્ધા ફકત મનોરંજન નથી : ફ્રેન્ચાઈઝી

    April 21, 2026
    મુખ્ય સમાચાર

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશું: Supreme Court

    April 20, 2026
    રાષ્ટ્રીય

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    રાષ્ટ્રીય

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ: દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh : રિસામણે આવેલી મહિલા ઉપર પતિનો મધરાતે છરી વડે હુમલો

    April 21, 2026

    Junagadh : ભવનાથ તળેટી ખાતે શનિદેવના મંદિરે યજ્ઞ યોજાયો,20 હજાર આહુતી અપાઇ

    April 21, 2026

    Junagadh : વંથલીનાં બંધડા ગામે પતિની જાણ બહાર પત્નીએ સોનાના દાગીના સગેવગે કર્યા

    April 21, 2026

    Visavadar સરકારી હોસ્પિટલમાં બે તબીબોની રાતોરાત બદલી થતાં નારાજગી

    April 21, 2026

    Junagadh : દંપતિ વચ્ચે ઝઘડા કરાવવાના મનદુ:ખ પ્રશ્ને છરીથી હુમલો

    April 21, 2026

    Junagadh : શીલ પોલીસ સ્ટેશનનાં ગુનામાં ચાર માસથી ફરાર આરોપી પકડાયો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh : રિસામણે આવેલી મહિલા ઉપર પતિનો મધરાતે છરી વડે હુમલો

    April 21, 2026

    Junagadh : ભવનાથ તળેટી ખાતે શનિદેવના મંદિરે યજ્ઞ યોજાયો,20 હજાર આહુતી અપાઇ

    April 21, 2026

    Junagadh : વંથલીનાં બંધડા ગામે પતિની જાણ બહાર પત્નીએ સોનાના દાગીના સગેવગે કર્યા

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.