વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે શીર્ષ ૧૦ ખતરા બહાર પાડ્યા, જેમાંથી એન્ટીમાઇક્રોબિયલ પ્રતિરોધ (એઆર)નું બહુ મોટું યોગદાન છે. તે ક્ષયની દવા પ્રતિરોધી સૂ-મ જીવને કારણે દર વર્ષે ૧.૬ મિલિયન મોતની સાથે છે. એન્વાયર્નમેન્ટ ઇન્ટરનેશનલ જર્નલ દ્વારા ‘ઉચ્ચ આર્કટિક માટીના પારિસ્થિતિકી તંત્રમાં એન્ટીબાયોટિક પ્રતિરોધ જીનના ચાલકોને સમજવા’ અધ્યયનથી ખબર પડે છે કે કુલ ૧૩૧ એન્ટીબાયોટિક-પ્રતિરોધી જીન (એઆરજી) સામગ્રીની ખબર પડી હતી, જેમાંથી બ્લેન્ડમ-૧ જીન, જે પહેલી વાર ૨૦૦૮માં ભારતમાં સપાટીના પાણીમાં જોવા મળ્યું હતં, માત્ર ૧૧ વર્ષોમાં તે આર્કટિકમાં ફેલાઈ ગયું છે. આ દર્શાવે છે કે એન્ટીબાયોટિક પ્રતિરોધ ૨૧મી સદીનો એક નવી મહામારી છે. તે હવે એક સ્થાનિક સમસ્યા નથી અને તેને વૈશ્વિક સ્વાસ્થ્ય ચિંતા રૂપે જોવું જોઇએ.
‘એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ બેંચમાર્ક’ નામના એક રિપોર્ટમાં કહ્યું છે કે વાર્ષિક એઆર બેક્ટીરિયાને કારણે દુનિયાભરમાં ૭૦૦,૦૦૦ મોત થાયછે. ભારતમાં એન્ટીબાયોટિકની ખપતમા ંવૃદિ્ઘ જોવા મળી છે – ૨૦૦૦ની તુલનામાં ૨૦૧૫માં લગભગ ૬૫ ટકા, જ્યારે આ જ અવધિમાં ખપતનો દર ૩.૨ થી વધીને ૬.૫ બિલિયન દૈનિક નિર્ધારિત ડોઝ થઈ ગયો છે. જૈવિક અને સામાજિક બંને કારણોસર સૂ-મજીવ દવાઓ પ્રત્યે પ્રતિરોધી બની શકે છે. જેવા જ વૈજ્ઞાનિક કોઈ નવી રોગાણુરોધી દવા રજૂ કરે છે, એ વાતની ઘણી સંભાવના હોય છે કે તે કોઈ સમય પર અપ્રભાવી થઈ જશે. તે મુખ્ય રૂપે સૂ-મજીવોની અંદર થનારા પરિવર્તનોને કારણે થાય છે. કેટલીક દવાઓના ઉપયોગ માટે ભલામણોનું પાલન ન કરવાથી રોગાણુરોધી પ્રતિરોધનું જોખમ વધી શકે છે. ડોક્ટર ક્યારેક ક્યારેક રોગાણુરોધી દવાઓ લખે છે, કે વ્યાપક સ્પેક્ટ્રમ રોગાણુરોધી દવાઓ લખે છે, જ્યારે કોઈ વિશિષ્ટ દવા વધુ યોગ્ય હોય છે. આ દવાઓનો એ રીતે ઉપયોગ કરવાથી એન્ટીમાઇક્રોબિયલ પ્રતિરોધનું જોખમ વધી જાય છે. જો કોઈ વ્યક્તિ રોગાણુરોધી દવાઓનો કોર્સ પૂરો નથી કરતો, તો કેટલાક રોગાણુ જીવિત રહી શકે છે અને દવા પ્રત્યે પ્રતિરોધ વિકસિત કરી શકે છે. દાખલા તરીકે, લોકો ક્યારેક ક્યારેક વાયરલ સંક્રમણ માટે એન્ટીબાયોટિક લે છે. તે ઉપરાંત ઊંટવૈદો કે ફાર્માસિસ્ટ દ્વારા સૂચવેલ એન્ટીબાયોટિક પણ આ મુદ્દાને વધારવામાં યોગદાન આપે છે.
ખેતરના જાનવરોમાં એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ દવા પ્રતિરોધને વધારી શકે છે. વૈજ્ઞાનિકોએ માંસ અને ખાદ્ય પાકોમાં દવા પ્રતિરોધી બેક્ટેરિયા જોવા મળ્યા છે જે ખાતરો કે દૂષિત પાણીના સંપર્કમાં આવે છે. આ પ્રકારે જાનવરોને પ્રભાવિત કરતી બીમારીઓ માણસોમાં ફેલાઈ શકે છે. જે લોકો ગંભીર રૂપે બીમાર હોય છે, તેમને હંમેશાં રોગાણુ રોધી દવાઓનો ઉચ્ચ ડોઝ આપવામાં આવે છે. આ એએમઆર સૂ-મજીવોના પ્રસારને ઉત્તેજન આપે છે, વિશેષ રૂપે એવા વાતાવરણમાં જ્યાં વિભિન્ન બીમારીઓ હાજર છે. એન્ટીબાયોટિક દવાઓના દુરુપયોગ અને અતિ પ્રયોગની સાથે સાથે સંક્રમણનો અટકાવ અને નિયંત્રણમાં ઘટાડાને કારણે એન્ટીબાયોટિક પ્રતિરોધમાં ઝડપ આવે છે. પ્રતિરોધના પ્રભાવને ઓછો કરવા અને તેના પ્રસારને સીમિત કરવા માટે સમાજના તમામ સ્તરો પર પગલાં ઉઠાવી શકાય છે. એન્ટીબાયોટિક પ્રતિરોધના પ્રસારને રોકવા અને નિયંત્રિત કરવા માટે વ્યક્તિઓને માત્ર પ્રમાણિત સ્વાસ્થ્ય વ્યાવસાયિક દ્વારા નિર્ધારિત કર્યા બાદ જ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો જોઇએ.
ક્યારેય પણ વધેલી એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ ન કરવો. એન્ટીબાયોટિક પ્રતિરોધના પ્રસારને રોકવા અને નિયંત્રિત કરવા માટે, સ્વાસ્થ્ય ઉદ્યોગને નવા એન્ટીબાયોટિક્સ, રસી, નિદાન અને અન્ય ઉપકરણોના સંશોધન અને વિકાસમાં રોકાણ કરવું જોઇએ. કૃષિ ક્ષેત્રે માત્ર પશુ ચિકિત્સા પર્યવેક્ષણ અંતર્ગત જ પશુઓને એન્ટીબાયોટિક્સ આપવા જોઇએ. વિકાસને ઉત્તેજન આપવા કે સ્વસ્થ પશુઓમાં બીમારીઓને રોકવા માટે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ન કરો. માનવ, પશુ અને પર્યાવણના સ્વાસ્થ્ય માટે રોગાણુરોધી પ્રતિરોધને તાત્કાલિક સંબોધિત કરવાની જરૂર છે. તમામ દેશોએ મનુષ્યો, જાનવરો અને પર્યાવરણ વચ્ચે એઆરજી અને એન્ટીબાયોટિક દવાઓના પ્રસારને સીમિત કરવા માટે મળીને કામ કરવાની જરૂર છે. જોકે મોટાભાગના દેશો દ્વાાર રાષ્ટ્રીય કાર્યયોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ આ યોજનાઓ હજુ પણ કાગળથી જમીન પર નથી ઉતરી શકી. કારણ કે એન્ટીબાયોટિક દવાઓનો સ્વતંત્ર રૂપે ઉપયોગ ચાલુ છે.