Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    • Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી
    • Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી
    • Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો
    • ભારતની સોલાર નિકાસ પર અમેરિકાએ 123 ટકા ટેરિફ લાદયા
    • Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ… સિંગુરના ઝાટકા બાદ ટાટા ગ્રુપ ફરી મમતા સાથે હાથ મિલાવે છે
    લેખ

    તંત્રી લેખ… સિંગુરના ઝાટકા બાદ ટાટા ગ્રુપ ફરી મમતા સાથે હાથ મિલાવે છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 28, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સમય કેટલો બદલાય છે તે મમતા અને ટાટાગૃપના મિલનથી જોઇ શકાય છે. ૧૭ વર્ષ પહેલાં જે ટાટા કંપનીને દુર કરવા આંદોલન ચલાવીને મુખ્યપ્રધાન બનેલા મમતા બેનરજી આજે તેજ ટાટાગૃપને આવકારવા લાલજાજમ બિછાવી રહ્યા છે.

    જેમ રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતો એવુંજ કોર્પોરેટ અને બિઝનેસ સર્કલમાં પણ હોય છે. કોઇની સાથે કાયમી મતભેદ હોઇ શકે પણ મનભેદ ના હોઇ શકે.

    અંદાજે ૧૭ વર્ષ પહેલાં  એટલેકે ૨૦૦૮માં રતન ટાટાએ પ.બંગાળના સિંગુરમાંથી ટાટા નેનોની ફેક્ટરીનું રિવર્સ ગીયર પાડીને તેને સીધીજ ગુજરાતના સાણંદમાં લઇ આવ્યા હતા.  ત્યારે રતન ટાટએ કહ્યું હતું કે બંગાળ કંઇ કાયમ માટે નથી છોડયું.

    આજે રતન ટાટા નથી પણ ફરી ટાટા ગુ્રપ પ.બંગાળમાં બિઝનેસ કરવા તૈયાર થયું છે. તેની પાછળ મુખ્યપ્રધાન મમતા બેનરજીનું આમંત્રણ પણ રહેલું છે. ગયા અઠવાડીયે ટાટા ગ્રુપના ચેરપર્સન એન. ચંન્દ્રશેખરન પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને કોલક્તા ખાતે મળ્યા હતા.

    અહીં યાદ રહેકે જ્યારે ટાટાએ સિંગુર છોડયું ત્યારે શેરબજારનો સેન્સેક્સ ૧૭,૬૦૫ હતો જ્યારે આજે ૮૨,૫૭૦ છે. પ.બંગાળના સત્તાધીશો પણ સમજી ગયા છે કે ઉદ્યોગો વિના રોજગારી વધારવી શક્ય નથી. ભારતનો આર્થિક વિકાસ વધ્યો છે પણ પ.બંગાળ ઉદ્યોગ ક્ષેત્રે બહુ આગળ વધી શક્યું નથી.

    ટાટા નેનોના પ્રોજક્ટ સામે મોટું આંદોલન કરાયું હતું. કહે છેકે આ આંદોલનની સફળતાના મોજા પર બેસીને મમતા બેનરજીએ ૩૪ વર્ષથી પ.બંગાળમાં ચાલી આવતા ડાબેરી પક્ષોનું શાસન ઉથલાવ્યું હતું. ડાબેરી પક્ષોને પ.બંગાળમાં હરાવવા અશક્ય હતું પરંતુ મમતાએ લીધેલા ટેકામાંં એક સિંગુર આંદોલન પણ હતું. જ્યારે ટાટાને સિંગુરમાં નેનો પ્રોજ્ક્ટ માટે ૯૯૭ એકર જમીન ફાળવાઇ ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધનો ઝંડો મમતાએ હાથમાં પકડી લીધો હતો.

    ત્યારે મમતાએ કૃષિ માટેની જમીન બચાવોના નારા સાથે આંદોલન શરૂ કર્યુ હતું. જેમાં મેધા પાટકર, અરૃંધતી રોય જેવા નામી ચહેરા જોડાયા હતા. જેના કારણે મમતાની તૃણમૂલ કોંગ્રેસને ડાબેરી સરકાર સામે પડવાનું એક પ્લેટફોર્મ મળી ગયું હતું.

    કૃષિના નામે અનેક ગામડા તેમની સાથે જોડાયા હતા. મમતાને સિંગુરની જમીનમાં રસ નહોતો પણ સત્તા હાંસલ કરવામાં રસ હતો. આંદોલન દરમ્યાન ૭ ઓક્ટોબર ૨૦૦૮ ના રોજ ટાટા કંપનીએ નેનો પ્રોજેક્ટ સંકેલીને ગુજરાત લઇ જવાની જાહેરાત કરતાં મમતાએ તેને મોટી જીત કહીને ગાઇ વગાડીને વર્ણવી હતી.

    બીજી તરફ છેલ્લાપંદર વર્ષમાં વસ્તી વધી પણ આર્થિક વિકાસ મંદ રહ્યો હતો. આડેધડ ઘૂસી આવતા ઘૂસણખોરોએ સરહદી ગામોમાં અડીંગો લગાવી દીધો હતો.  મમતા બેનર્જી મુખ્યપ્રધાન બન્યા પછી સિંગુરના ગામડાઓમાં તે ભાગ્યેજ એકાદવાર ગયા છે.

    સત્તા હાંસલ કર્યા બાદ તેને ટકાવવામાં વ્યસ્ત મમતા રાજ્યમાં નવા ઉદ્યોગો માટે બહુ વિચાર્યું નહોતું. પરંતુ વસ્તી વધતાં રોજગારીના પ્રશ્ન પણ વિકરાળ બની ગયો હતો.

    પ.બંગાળમાંથી નીકળી જવાનું અપમાન ટાટા જેવી મોટી કંપની ગળી ગઇ હતી પરંતુ તેની અસર દેશભરના કોર્પોરેટ ક્ષેત્ર પર પડી હતી. કોઇ કંપની પ.બંગાળમાં ઉદ્યોગ નાખવા તૈયાર નહોતી. મમતાના રાજમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસેટમેન્ટ ભાગ્યેજ જોવા મળ્યું હતું. ત્યારબાજ વિવધ સ્કીમો હેટળ દેશની કંપનીઓ પ.બંગાળમાં આવવા લાગી હતી. મમતા મુંબઇમાં રીલાયન્સના મુકેશ અંબાણીના ઘેર પણ જઇ આવ્યા હતા.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ધર્મનાં ચાર ચરણ છેઃ સત્ય, પવિત્રતા(શૌચ), દયા અને દાન

    April 23, 2026
    લેખ

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    April 23, 2026
    લેખ

    ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.

    April 23, 2026
    લેખ

    તંત્રી લેખ… હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીમાં ભારત માટે તકો

    April 23, 2026
    લેખ

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026
    લેખ

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026

    Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી

    April 24, 2026

    Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.